સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સપોર્ટ કરતી અમદાવાદની મહિલા કોણ? પોલીસે શોધખોળ શરૂ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-08 18:12:52
  • Views : 551
  • Modified Date : 2019-07-08 18:12:52

હાલ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડકપની મેચમાં દુનિયાભરના લોકો મેચ જોવા માટે આવતા હોય છે. તેમના હજારો વીડિયો સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે. ત્યારે વર્લ્ડકપની એક મેચ દરમિયાન અમદાવાદી મહિલા પાકિસ્તાનને સપોર્ટ કરવા સ્ટેડિયમ આવી પહોંચી હતી. તેને પાકિસ્તાનના ફેન સાથે ઊભા રહીને પાકિસ્તાનન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. પાકિસ્તાનને સપોર્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયો મુજબ મહિલા પોતે અમદાવાદના જુહાપુરાની હોવાની જણાવી રહી છે. વીડિયોના આધારે ગુજરાત પોલીસ પણ સક્રિય બની છે અને આ મહિલા કોણ છે? તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી છે.આઈબી સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરીમહિલા જુહાપુરાની હોવાની જાણ થતાં પોલીસે જુહાપુરા વિસ્તારમાં ખાનગી માણસો તેમજ બાતમીદારો પાસે મહિલા કોણે છે તે દિશામાં જાણવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસ અગાઉ પોલીસે જુહાપુરાની કેટલીક સોસાયટીમાં જઇને આ મહિલા વિશે માહિતી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં આઈબી સહિતની એજન્સીઓએ મહિલાની તપાસ હાથ ધરી છે.મહિલા અમદાવાદના જુહાપુરાની !પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઈંગ્લેન્ડમાં રમાઇ રહેલી એક મેચમાં એક મહિલા પાકિસ્તાનને સપોર્ટ કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મહિલા પોતે ઇન્ડિયાની છે અને અમદાવાદના જુહાપુરા હોવાનુ જણાવે છે.તે પાકિસ્તાનની ટીમને સપોર્ટ કરે છે તેમજ નારા લગાવતી દેખાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતની તપાસ એજન્સીઓ સક્રિય થઇ છે. જે સંદર્ભે પોલીસની ટીમો દ્વારા જુહાપુરાના કેટલાક વિસ્તારમાં મહિલા વિશે માહિતી મેળવવા માટે તપાસ કરવામાં આવી હતી. પોલીસે જુહાપુરાની સોસાયટીમાં કેટલાક લોકો પાસે જઇને આ મહિલા વિશે માહિતી મેળવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.

Download Our B K News Today App



Related News