ડીસા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરાં : વેક્સિન લેવાના જાેશમાં લોકો ભાન ભુલ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-05 11:34:29
  • Views : 301
  • Modified Date : 2021-06-05 11:34:29

     આજથી  ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લામાં ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છેબનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન લઈ રહ્યા છે. પરંતુ જાણે કોરોના સમાપ્ત થઈ ગયો હોય તેમ લોકો સોશિયલ ડિસ્ટન્સ ભુલી ગયા હોય એમ માસ્ક વગર વેક્સિન લેવા માટે પહોંચી જાય છે. આવો નજારો આજે ડીસાના સાંઈબાબા મંદિરમાં જાેવા મળ્યો હતો. જેમાં લોકો માસ્ક વગર સરકારની ગાઈડ લાઈન ભુલી  વેક્સિન લેવા એકઠા થયા હતા

     રાજ્યભરમાં આજથી કોરોનાની રસીકરણનો બીજાે તબક્કો શરૂ થઇ રહ્યો છે જેમાં ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી રસીકરણ શરૂ થયેલ છે ત્યારે ડીસા શહેરના સાંઈબાબા મંદિરમાં સવારથી રસીકરણ કેન્દ્ર ઉપર લોકો રસી લેવા માટે આવી પહોંચ્યાં હતા, રસીકરણના બીજા તબક્કામાં જે લોકોેએ નોંધણી કરાવેલ હતા તેવો ડીસાના અલગ અલગ રસીકરણ કેન્દ્ર ઉપર રસી લેવા માટે પહોંચી ગયા હતા.

     હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું, ઘરમાં રહેવું અને વેક્સિન લેવી જેવા  કાર્ય કરવામાં આવે છે. કોરોના વાયરસ હાલમાં ઓછા થયો છે. પરંતુ જડમુળમાંથી ગયો નથી. જેથી આવી વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. એમાંય સરકારના નિતી નિયમોનું ખાસ પાલન કરવું જાેઈએ. ત્યારે આપણે કોરોના જેવી મહામારીને હરાવી શકીશું.

Download Our B K News Today App



Related News