વડગામ તાલુકાની આંગણવાડીઓના શૌચાલયની હાલત બિસ્માર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-11 11:09:27
  • Views : 395
  • Modified Date : 2020-01-11 11:09:27

વડગામ તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં આવેલા શૌચાલયોની હાલત એકદમ બિસ્માર છે અને ખંડેર હાલત હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
વડગામ તાલુકાના ગામોમાં ૨૫૦ કરતા વધુ આંગણવાડીઓ આવેલી છે અને દરેક આંગણવાડી મહિલાઓ કાર્યકર હોવાથી માટે એક શૌચલય બનાવવામાં આવ્યું છે. આ આંગણવાડીઓના શૌચાલયની હાલ ખંડેર જેવી હાલત થઈ ગઈ છે અને જેને આંગણવાડી કાર્યકરો અને તપાસ કરવા માટે જતા સુપરવાઈઝર બહેનો ભારે
હાલાકી ભોગવી રહી છે. ત્યારે આ ખંડેર શૌચાલય અંગે કાર્યકરો દ્વારા વારંવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે એક ગામના આંગણવાડી કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. વડગામ તાલુકાની તમામ આંગણવાડીના શૌચાલયો અંગે મીટિંગોમાં અને તાલુકાના અધિકારીઓને મૌખિક જણાવ્યું હતું પણ તેઓ અમારૂ સાંભળતા નથી અને શૌચાલય તેના ખાળ કૂવાની  તપાસ કરવામાં આવે જે ખંડેર છે તેમને ફરીથી નવા બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.

Download Our B K News Today App



Related News