વડગામના આંબેડકર નગરમાં જાહેર શૌચાલય બન્યા ખંડેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 11:06:50
  • Views : 439
  • Modified Date : 2019-07-19 11:06:50

વડગામ તાલુકા પંચાયતના કર્મચારીઓ કોન્ટ્રાકટર અને
જે-તે સમયના તલાટી સરપંચની ભાગ બટાઇમાં કલેકટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ નાણાંનો દુર ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા આક્ષેપ ખુલ્લેઆમ સ્થાનિક રહીશોમાં થઇ રહ્યા છે.
આંબેડકર નગરમાં વર્ષ ૨૦૧૩ માં પાણીના ટાંકા પાસે જાહેર શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તે સમયે સ્થાનિક રહીશોએ શૌચાલય ન બનાવવા વિરોધ કરી અન્ય જગ્યાએ બનાવવા રજૂઆત કરતાં શૌચાલયની કામગીરી સંપૂર્ણ બંધ રખાઈ હતી. પાછળથી વહીવટી તંત્રના જવાબદારો જે-તે સમયના
સરપંચ તલાટી અને કોન્ટ્રાકટર ભેગા મળીને આંબેડકર નગર ના રહીશોને અંધારામાં રાખીને ૨૦૧૬ માં કલેકટરની ગ્રાન્ટમાંથી જ શૌચાલય બનાવાયા પરંતુ શૌચાલયમાં બનાવ્યાના દિવસથી આજ દિન સુધી પાણીની કોઈ જ સગવડ ન કરાતાં શૌચાલય ખંડેર બની રહેવા પામ્યા છે અને લોકોને ઉપયોગ પણ આવ્યા નથી માત્ર કોન્ટ્રાકટર અને વહીવટી તંત્રના જવાબદારોની બેલડીએ ભેગા મળી જઇને જિલ્લા સમાહર્તાની ગ્રાંન્ટનો કોઈ પણ ભય વગર ભષ્ટ્રાચાર આચરીને મોટાપાયે શૌચાલયમાં ગેરરીતિઓ કરાઇ હોવાના આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠાના કલેકટર દ્વારા આ બાબતે તપાસ કરાવીને પોતાની ગ્રાન્ટનો કરાયેલ દુરુપયોગના નાણાંની રીકવરી કરાવી કસૂરવારોના કાન આમળવામાં  આવે તેવી સ્થાનિક લોકોમાંથી માંગ ઉઠવા પામી છે ત્યારે કલેકટર દ્વારા આંબેડકરના શૌચાલયમાં તપાસ કરાવાશે ખરા ?

Download Our B K News Today App



Related News