થરાદના દોલતપુરામાં શૌચાલય કૌભાંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-07 11:06:28
  • Views : 437
  • Modified Date : 2019-12-07 11:06:28

થરાદ તાલુકાના દોલતપુરા ગામમાં કરવામાં આવેલ વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર અને તેમના મળતિયાઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાની બુમરાડ ઉઠવા પામી છે.  આ બાબતે ગામના જાગૃત આગેવાન દલાભાઈ ઘુમડા દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓ
પાસે માહિતી માગવામાં આવી હતી પરંતુ કોઈ જ  પ્રકારની માહિતી આપવામાં આવી નથી.
થરાદ તાલુકા વિકાસ અધિકારી ઓગસ્ટ-૨૦૧૯માં દોલતપુરા ગામની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ગામના એકપણ નાગરિકને જાણ કરવામાં આવી ન હતી અને કોન્ટ્રાક્ટરને પણ જાણ કરાઇ ન હતી. ત્યારે દોલતપુરા ગામના હીરાભાઈ સેંગલ દોલતપુરા ગ્રામ પંચાયતમાં બે પદ ધરાવે છે. ગ્રામ પંચાયતના સદસ્ય તેમજ મનરેગા શાખામાં ઓડીવેટર તરીકે ફરજ બજાવે છે. ગામના નાગરિક દલાભાઈ ઘુમડાને માહિતી મળી કે આ ગ્રામપંચાયત સદસ્ય ભ્રષ્ટ્રાચાર આચરી રહ્યો છે. જેથી આ ભ્રષ્ટ્રાચાર વિશે દલાભાઈ ઘુમડા દ્વારા માહિતી માંગવામાં આવી હતી. પરંતુ ૭૫ જેટલા દિવસ વિતી ગયા છતાં કોઈ જ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. સાથે સાથે  અધિકારીઓ દ્વારા જે પંચનામું કરવામાં આવ્યું હતું તે પણ ખોટું દર્શાવેલ છે અને પંચનામામાંં
પણ એક જ કુટુંબના બે ભાઈઓની સહીઓ છે  જેથી
પંચનામાની પણ તપાસ થવી જોઈએ. તેમજ ગામના બીજા કોન્ટ્રાક્ટર રાજેશભાઈ પટેલ દ્વારા પણ ગામના વિકાસકામોમાં જેવા કે પાણીની ટાંકી, પાઇપલાઇન, સી.સી.રોડ,  શૌચાલય તેમજ શાળાની દીવાલના કામમાં ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી  છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ તાલુકામાં વારંવાર ભ્રષ્ટ્રાચારીઓ દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવે છે. પરંતુ  જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી હવે જાવુ રહ્યુ કે આ ઘટનાને પગલે કોઈ પગલાં ભરાશે કે ભ્રષ્ટ્રાચારીઓને છાવરવામાં આવશે ?

Download Our B K News Today App



Related News