બનાસકાંઠા જિલ્લાના છેવાડા ગામ દલવાડામાં ૯૯ પરિવારોને શૌચાલયનો લાભ ન મળતાં ભોગવી રહ્યા છે લાચારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-22 11:41:45
  • Views : 914
  • Modified Date : 2019-08-22 11:41:45

પાલનપુર તાલુકાના દલવાડા ગામ ખાતે ગ્રામપંચાયત આગળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ખુલ્લામાં શૌચમુક્ત ગામનું મોટુ બોર્ડ મારેલુ છે. પરંતુ ગ્રામજનો આજે પણ ખુલ્લામાં શૌચ કરવા જાય છે. એવા ૯૯ પરિવાર છે કે જેમને સ્વચ્છ ભારત અંતર્ગત શૌચાલય બનાવવાની સહાયનો લાભ મળ્યો નથી અને લોકોને ખુલ્લામાં શૌચ કરવા જવુ પડે છે.
દલવાડા ગામમાં આવેલ
પરા વિસ્તારમાં રહેતા શ્રમિક
પરિવારો અને વાલ્મીકિ સમાજના પરિવારો આજે પણ શૌચાલયના લાભથી વંચિત છે.  તો ગામની અંદર આવેલ ઠાકોર વાસમાં પણ મોટાભાગના લોકોના ત્યાં શૌચાલયની સુવિધા નથી અને તેમના
પરિવારના વડીલ અને અશક્ત લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મજુરી કરીને ગુજરાન ચલાવતા લોકો પોતાની રીતે શૌચાલય બનાવવા સક્ષમ ન હોઈ સરકારી લાભની રાહ જોઈ બેઠાં છે. પરંતુ ગામલોકોનો આક્ષેપ છે કે જે તે વખતે અમારા આધારકાર્ડ અને જરૂરી કાગળો પંચાયતમાં જમા કરાવેલા. પરંતુ અમારા વિસ્તારમાંથી કોઈને
પણ આ લાભ આપવામાં આવ્યો નથી અને સરપંચ તેમના મળતિયાઓને એકજ
પરિવારમાં બે બે વ્યકિતઓને લાભ આપેલ છે. અમે શ્રમજીવી અને મજુરી કરતા પરિવાર હોઈ અમને અન્યાય કરવામાં આવ્યો છે. તો સરકાર દ્વારા અને સરકારી અધિકારીઓ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવે તો
સરપંચ અને તલાટીની મિલીભગતથી મસમોટુ કૌંભાંડ બહાર આવે એમ છે અને તંત્ર તટસ્થ તપાસ કરી અમને ન્યાય અપાવે તેવી અમારી માંગ છે.
આ અંગે  સરપંચનો સંપર્ક કરતાં સરપંચ દ્વારા કંઈજ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તો આ તમામ વંચિત લોકોને લાભ મળે તે માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તટસ્થ તપાસ હાથ ધરી ધટતુ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Download Our B K News Today App



Related News