વાવ ઉચપા રોડની બાજુમાં બનાવેલ બંધ શૌચાલય ખુલ્લું મુકવાની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 11:17:36
  • Views : 611
  • Modified Date : 2019-06-12 11:17:36

વાવ અને ઉચપા રોડ પર બનાવેલ નવિન શૌચાલય બંધ  હોવાથી  લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે.  જેના કારણે જાહેરમાં લોકો શૌચ કરે છે. આ બાબતે દશરથસિંહ
વેંજીયાએ જણાવ્યું હતું કે જો શૌચાલય ખુલ્લું મુકવામાં આવે તો લોકો જાહેરમાં શૌચ ન કરે. તેમજ જાહેરમાં થતી ગંદકી પણ દૂર કરી શકાતી હોય છે. આ ઉપરાંત બોવાડામાં છેલ્લાં કેટલાંય સમયથી પીવાનું પાણી આવતું નથી. વાવ ગ્રામપંચાયત દ્વારા વિકાસના કામો  હાથ ધરાયા હોવાની મોટી-મોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાવમાં આજદિન સુધી એક વાર પણ રોડનું કામ કરવામાં આવ્યું નથી. વાવમાં કેટલાંય વિસ્તારમાં દર વર્ષે બે વાર રોડ બનાવવામાં આવે છે. જ્યાં જરૂરત છે ત્યાં કેમ રોડ કરવામાં આવતા નથી. તેમ છતાં વાવ સરપંચ સમગ્ર બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપો કરાઇ રહ્યા છે. ત્યારે આ બાબતે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા સરપંચ શૌચાલય ચાલુ કરે તેવી સ્થાનિક લોકો   ઇચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News