હારીજ નગરપાલિકા દ્વારા લગાવેલા કેમેરા શોભાના ગાંઠીયા સમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 11:36:41
  • Views : 406
  • Modified Date : 2019-11-07 11:36:41

હારીજ નગરપાલિકા દ્વારા લોકોને તમામ પ્રકારની કામગીરી ઉપર બાજ નજર રહે અને ક્યાંય ચોરી કે અન્ય ઘટનાઓ બને તો તેનો તાત્કાલિક ઉકેલ મળી રહે તે માટે પાલિકા દ્વારા લાખો
રૂપિયાના ખર્ચે શહેરમાં સી.સી.ટી.વી. કેમેરા નાખવામાં આવ્યા હતા. પરંતુ સમય જતાં આ કેમેરાઓની નિભાવણીના થતાં સી.સી.ટી.વી. કેમેરા શોભાના ગાઠીયા સમાન સાબીત થવા
પામી રહ્યા છે.
હારીજ નગરપાલિકા દ્વારા લોકોના હિત માટે શહેરમાં સી.સી.ટીવી કેમેરા લગાવવા માટે નક્કી કરવામાં આવેલ અને તમામ સભ્યોએ મંજૂરી આપતા ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે નગરના મુખ્ય માર્ગો તેમજ સ્કૂલ સરકારી કચેરીઓ સી.સી.ટી.વી. કેમેરા  મૂકવામાં આવ્યા હતા.  આ કેમેરાઓ લગાવવામાં આવતા તીસરી આંખ સમાન સી.સી.ટી.વી. કેમેરા અસામાજિક પ્રવૃતિઓ, ચેઇનસ્નેચિંગ, વાહન ચોરીઓ, મારામારી જેવા ગુનાઓ બનતા અટકવા પામ્યા હતા અને
પોલીસને પણ આ બાબતે સરળતા રહેતી હતી. આ બાબતનું મોનિટરીંગ હારીજ
પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે. જેવી જાહેરાતો જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવતા નગરજનોમાં આનંદ જોવા મળી રહયો હતો. પરંતુ સમય જતાં આ લગાવવામાં આવેલ તમામ સી.સી.ટી.વી. કેમેરાઓ બંધ થવા પામ્યા છે. આજે મોટા ભાગના સી.સી.ટી.વી. કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ પોલીસ સ્ટેશન સામે રાત્રીના સમયે બાબા સાહેબ આંબેડકરની  પ્રતિમાના ચશ્મા તોડી નાખવામાં આવ્યા હતા અને તે બાબતે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હારીજના દલીત આગેવાનોએ પણ આ બાબતે રોષ વ્યકત કરી હારીજ પોલીસને લેખિત રજૂઆત કરી હતી. તો પાલિકાએ પોતાના નફા માટે સી.સી.ટી.વી. કેમેરા લગાવી તો દીધા પરંતુ તેની નિભાવણી ના થતાં લોકોમાં આક્રોસ જોવા મળી રહ્યો છે. આ કેમેરા તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News