પાટણમાં મીઠાઇ ખાતા પહેલા સો વખત વિચાર કરજો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 11:28:03
  • Views : 386
  • Modified Date : 2019-10-21 11:28:03

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે પાટણની બજારમાં વેચાતી અખાધ્ય ચીજો અને મીઠાઇઓનું ધુમ વેચાણ થઇ રહ્યુ છે. અને તેમાં પણ કેટલાંક વેપારીઓ તો એટલી હલકી ગુણવત્તાની મીઠાઇઓ બનાવે છે કે જે આરોગ્ય માટે હાનીકારક છે. તેમ છતાં આ બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આવા
વેપારીઓની ક્યારેય તપાસ કરવામાં આવતી ન હોવાથી પાટણના લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જેથી પાટણવાસીઓ મીઠાઇ ખરીદતા પહેલા જો જો, મીઠાઇમાં નકલી માવો તો નથી આરોગતાને! તો આ મીઠાઇ ખરીદતા પહેલા તેની ગુણવત્તા જરૂર ચકાસજો.
તહેવારોમાં ગુજરાતની પ્રજા મીઠાઈ વધારે ખાતી હોય છે અને આ તકનો લાભ લેવા માટે રાજ્યમાં તકસાધુ જેવા વેપારીઓ રાહ જોઈને જ બેઠા હોય છે. આવી સ્થિતિમાં તેઓ અખાદ્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને મીઠાઈ બનાવતા હોય છે. મીઠાઇ વિના દીપોત્સવી પર્વની ઉજવણીની કલ્પના જ અશકય છે ત્યારે બજારમાં મળતી માવાની મીઠાઇઓના અલગ અલગ ભાવ તેની ગુણવતા બાબતે શંકા પ્રેરે તે સ્વાભાવિક છે. આ અંગે મળેલી માહિતીના આધારે
પાટણમાં વેપારીઓ દિવાળીના તહેવારો નજીક આવતા માવાની મીઠાઇ બનાવવામાં હવે હદ વટાવતા હોય તેમ મીઠા માવામાં ટેલકમ પાવડર, દૂધનો પાવડર, વનસ્પતિ ઘી  અને ખાંડ ભેળવતા થઇ ગયા છે. પ્રજાના આરોગ્યનું ભલે જે થવું હોય તે થાય પણ મીઠી બરફી શબ્દને બદલીને તેને સ્થાની સ્વિટના નામે જ આ પદાર્થને વેચવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. માવામાંથી બનતી મીઠાઈ જ હોવી જોઈએ, પરંતુ મીઠી બરફીને નામે બે ત્રણ વર્ષથી રીતસર કૌભાંડ જ આચરવામાં આવી રહ્યું હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે પણ સ્વીકાર્યુ છે. તેમાં ટેલકમ પાવડર પણ ભેળવવામાં આવતો હોવાનું તેમણે સ્વીકાર્યુ છે. તો આ બાબતે ફુડ વિભાગ તાત્કાલીક ધોરણે આવા વેપારીઓને ત્યાં તપાસ કરીને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News