'...તો મારો દીકરો પણ ઠોઠ હોઇ શકે, બધો વાંક કંઇ માસ્તરનો જ હોય?'.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-14 16:41:17
  • Views : 131
  • Modified Date : 2023-07-14 16:41:17

 કોર્પોરેટર એવા રણજીત વાંકના દિલનું દર્દ પણ એક ડાયરામાં છલકાયા વગર રહ્યું નહીં. રણજીત વાંકે પણ જાણે કે વર્તમાન સભ્ય સમાજનો કડવો અનુભવ થયો હોય તેવી લાગણી વ્યક્ત કરી. તેમના શબ્દોમાં હસતા-હસતા જાણે કે દર્દ વ્યક્ત થતું હતું. રણજીત વાંકના કહેવાના સારાંશ એ હતો કે સમાજે પરિવર્તન કરવા તરફ પ્રયાણ કરવું જ પડશે નહીં તો કદાચ આપણે ફેંકાઈ જઈશું. રણજીત વાંકે રાજકારણમાં જાહેર જીવનનો અનુભવ વર્ણવતા કહ્યું કે ચોક્કસ સમાજના લોકોને લોકો ઘર નથી આપતા અને આ માટે પોતાના જ દીકરાનું ઉદાહરણ આપીને રણજીત વાંકે જીવનની ફિલસૂફી સમજાવી. જરા આપણે પણ આ વાતના મર્મને સમજવાનો પ્રયત્ન કરીએ.હું અમદાવાદમાં રહું છું. અમુક ભાઈઓ પરિચિત ન હોય એમના માટે કહી દઉ છું.  કે અભ્યાસે ર્ડાક્ટર છું.  વ્યવસાયે કલાકાર છું અને રાજકારણમાં હું અમદાવાદ મહાનગર પાલિકામાં કાઉન્સિલર છું.   અને નાની-મોટી વિધાનસભા હોયને એવડો તો અમારો વોર્ડ હોય.ઈ વોર્ડમાં હું મ્યુનિસિપલ કાઉન્સીલર છું.  એટલે મને આ ખબર છે. કે ત્યાં સારી સોસાયટીમાં મકાન લેવા જઈએ ને, તો એમ કે દરબાર છો.  અમે દરબારને નથી દેતા. હાવ હામેવાળાની ભૂલ હઈશે? મારો દિકરો 10 માં ધોરણમાં નાપાસ થાય. તો બધી માસ્તરની જ ભૂલ હોય?. માસ્તર તો 45 જણાને ભણાવે. 45 માંથી જો 44 પાસ થતા હોય ને મારો જ દીકરો નાપાસ થતો હોય. તો કંઈક મારો દીકરોય ઠોઠ હોય. એવું મારે માની લેવું જોઈએ ને. ઈ સ્વીકારવાનીય આપણી તૈયારી જોઈએ ને.

Download Our B K News Today App



Related News