4 વર્ષની બાળકીના કાનમાંથી આટલા કીડા નીકળ્યા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-24 19:14:08
  • Views : 1120
  • Modified Date : 2022-09-24 19:14:08

 

બનાસકાંઠા જિલ્લામાં એક  હિન્દૂ યુવા સંગઠન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ સંગઠનના કાર્યકરો દ્વારા અત્યાર સુધીમાં અનેક ગરીબ પરિવારોને મદદ કરવામાં આવી છે. ત્યારે આજે પણ રાજસ્થાનના એક ગરીબ પરિવારની ચાર વર્ષની બાળકીની સારવાર કરાવી તેના કાનમાંથી તબીબે 80 થી વધુ કીડા નીકાળ્યા છે.અને આ સારવારનો તમામ ખર્ચ આ હિન્દૂ યુવા સંગઠનના કાર્યકરોએ ઉઠાવ્યો હતો.

 

-જિલ્લાના હિન્દૂ યુવા સંગઠન ની માનવતા મહેકી..

 

-રાજસ્થાનની 4 વર્ષની ગરીબ પરિવારની દીકરી માટે મદદ કરવા આગળ આવ્યા..

 

-ગરીબ પરિવાર પાસે પૈસા ન હોવાથી સારવાર કરાવ્યા વગર વતન જતા હતા..

 

-સારવાર દરમિયાન કાનમાંથી 80 કીડા નીકળ્યા..

 

રાજસ્થાનના બાકાસર પાસે આવેલ એક ભાડો ગામ તે પાકિસ્તાન ની સરહદ નજીક આવેલ ગામ છે.આ ગામે  રહેતા સલાભાઈ સિંધી તે ખેત મજૂરી કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.તેમને 4 વર્ષ ની દીકરી મીર્જાતી સિંધીને છેલ્લા કેટલા દિવસોથી કાન માં ખુબજ દુખાવો હોવાથી આ બાળકી સતત રડતી હતી જેથી તેના પરિવારજનો ના જણાવ્યા અનુસાર તેમની 4 વર્ષની દીકરીને રાજસ્થાનની હોસ્પિટલમાં બતાવ્યું હતું જો કે ત્યાં તેની સારવાર ન થતા ડીસા તેમજ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ત્યાં પણ આ બાળકીની સારવાર ન થતા આ બાળકીની હાલત વધુ ગંભીર હોવાથી અને કાનમાં અસય કીડા પડી ગયા હોવાથી કને કાનમાં અસહ્ય લોહી આવતું હોવાથી તબીબે અમદાવાદ ખાતે સારવાર કરાવાનું જણાવ્યું હતું. જો કે આ ગરીબ પરિવાર પાસે દીકરીની સારવાર કરાવવાના પૈસા ન હોવાથી આ પરિવાર પોતાની 4 વર્ષ ની દીકરીને સારવાર કરાવ્યા વગર પોતાના વતન તરફ જવાનો વિચાર આવ્યો.

 

-બાળકીના પરિવાર પાસે સારવાર કરાવવાના પૈસા ના હોવાથી તમામ ખર્ચ હિન્દુ યુવા સંગઠનને ઉઠાવ્યો..

 

-બાળકીની  સારવાર કરાવી કાનમાંથી 80થી વધુ કીડા નીકળ્યા

 

રાજસ્થાન ના ગરીબ પરિવાર ની 4 વર્ષ ની દીકરીને સારવાર કરાવા પૈસા ન હોવાથી જેથી આ પરિવાર સારવાર કરાયા વગર પોતાના વતન જવા રવાના થતા ડીસા આવ્યા હતા.જોકે આ અંગે ની જાણ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની ને થતા તેઓ તુરંત આ પરિવારને મળવા પહોંચી ગયા હતા. અને તેમને આશ્વાસન આપી બાળકીનો તમામ સારવારનો ખર્ચ ઉઠાવવાનું કહ્યું હતું.અને બાળકીને સારવાર માટે અમદાવાદ લઈ જવાનું પણ નક્કી થયું હતું જો કે ડીસા ના સેવાભાવિ દીપકભાઈ કછવા એ આ બાળકીની સારવાર ડીસામાં જ થાય તેવા પ્રયત્નો કરી આ બાળકીને તાત્કાલિક સારવાર માટે ડીસાના તબિબ વસંતભાઈ મોઢ ની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં સિટી સ્કેન સહિતના જુદા જુદા રિપોર્ટો કરતા આ ચાર વર્ષની બાળકીના કાનમાં ખૂબ જ કીડા પડી ગયા હોવાનું માલુમ પડ્યું હતું તેથી તાત્કાલિક તબીબે સારવાર શરૂ કરી બે દિવસમાં આ બાળકીના કાનમાંથી 80 થી વધુ કીડા નીકાળવામાં આવ્યા છે. અને હજુ પણ આ બાળકીની સારવાર ચાલી રહી છે.બાળકીની સારવાર થતાં હાલ તેને અસહ્ય પીડા માંથી રાહત મળી છે.અને પરિવારમાં  ચિંતા પણ ઓછી થઈ હતી. અને આ તમામ સારવારનો ખર્ચ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની,દિપકભાઈ કચ્છવા,મેહુલ ઠક્કર,વિપુલભાઈ ઠક્કરે ઉઠાવ્યો છે. આ ઉપરાંત આ બાળકીના પરિવારજનોને રહેવાની અને જમવાની પણ સુવિધા સંગઠન દ્વારા પૂરી પાડવામાં આવી હતી.રાજસ્થાનના ગરીબ પરિવારની 4 વર્ષ ની દીકરીને સારવાર અપાવનાર સંગઠનના તમામ કાર્યકરોનો આ પરિવારે આભાર માન્યો હતો..

 

-કાનમાં રસી થવાથી કીડા પડ્યા હોવાનું સામે આવ્યું..

 

રાજસ્થાન ના સિંધી પરિવાર ની ચાર વર્ષની દીકરીને સારવાર આપનાર ડો.વસંતભાઈ મોઢે જણાવ્યું હતું.કે રાજસ્થાનમાં લોકો મજૂરી કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હોય અને આખો દિવસ મજૂરી કરતા હોવાથી તેમનામાં જાગૃતિ ઓછી હોય છે.તેમજ લોકોમાં સ્વચ્છતા નો અભાવના કારણે નાની બીમારી જેવી તકલીફ હોવાથી તેવો સમયસર સારવાર લેતા નથી જેના કારણે શરીરમાં મોટી તકલીફ થવા લાગે ત્યારે ત્યાંના લોકો સારવાર માટે દોડતા હોય છે.આજે આ રાજસ્થાન ની 4 વર્ષની દીકરીને કાનમાં રસી થવાના કારણે અને તેના પરિવારે તેને સંભાળ ન લેતા તેના કાનમાં કીડા પડી ગયા હતા.ત્રણ દિવસથી તેની સારવાર ચાલી રહી છે.અત્યાર સુધી 80 થી વધુ કીડા તેના કાનમાંથી બહાર નીકળ્યા છે.અને તેને હવે ખૂબ સારું છે.ડો.વસંતભાઈ મોઢે જણાવ્યું હતું કે લોકો શરીર પર સ્વચ્છતા રાખે તેમજ શરીર પર નાની મોટી કોઈ તકલીફ હોય તો તાત્કાલિક નજીક ની હોસ્પિટલમાં સારવાર કરાવી જતી શરીર પર મોટી સમસ્યાથી રાહત

Download Our B K News Today App



Related News