અત્યાર સુધી 13% વસ્તીના ટેસ્ટ થયા, પોઝિટિવિટી રેટ 5.9%; UP અને બિહારમાં સૌથી વધુ ટેસ્ટિંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 13:22:30
  • Views : 220
  • Modified Date : 2021-01-03 13:22:30

    કોરોનાની વેક્સિન જલ્દી જ આવવાના સંકેતો વચ્ચે દેશમાં વાઇ રસની પકડ સતત નબળી પડી રહી છે, આનું મોટું કારણ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ છે. અત્યાર સુધીમાં કુલ વસ્તીના લગભગ 13% એટલે કે 17.4 કરોડ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 5.9% લોકો સંક્રમિત મળી આવ્યા છે. આનો અર્થ એ છે કે પ્રત્યેક 100 ટેસ્ટ પર 6 લોકોમાં જ સંક્રમણની પુષ્ટિ થાય છે.રાજ્યોની વાત કરીએ તો 6 રાજ્યોમાં ટેસ્ટિંગના આંકડા 1 કરોડને પાર થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 2.4 કરોડ કોરોના ટેસ્ટ થયા હતા. જ્યારે બિહારમાં 1.9 કરોડ, તમિલનાડુ અને કર્ણાટકમાં 1.4 કરોડ, મહારાષ્ટ્રમાં 1.3 કરોડ અને આંધ્રપ્રદેશમાં 1.2 કરોડના ટેસ્ટ કરવામાં આવ્યા છે.પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ, તો મહારાષ્ટ્ર 15% સાથે ટોપ પર છે. આ પછી ગોવામાં 12.7%, ચંદીગઢમાં 10.8%, નાગાલેન્ડમાં 9.9%, કેરળમાં 9.6% અને લદાખમાં 9% છે. સૌથી વધુ એક્ટિવ કેસ કેરળ (65,377) અને મહારાષ્ટ્ર (53,137)માં છે.

    છેલ્લા 24 કલાકમાં 18 હજાર 144 નવા કેસ મળી આવ્યા. 20 હજાર 903 લોકો સ્વસ્થ થયા અને 216 લોકો મૃત્યુ પામ્યા. દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 3 લાખ 24 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 99 લાખ 26 હજાર લોકો સાજા થયા છે. જ્યારે, અત્યાર સુધી 1 લાખ 49 હજાર 471 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.

  •     ચેન્નાઈની ITC ગ્રાન્ડ ચોલા હોટલમાં એક સાથે 85 લોકો કોરોના પોઝિટિવ મળ્યાં છે. તેમાં ઘણા હોટલ સ્ટાફ પણ સામેલ છે. તે ચેન્નાઈની મોટી લક્ઝરી હોટલ છે. રાજ્યના આરોગ્ય સચિવ જે. રાધાકૃષ્ણને કહ્યું કે 15 ડિસેમ્બરે હોટલનો એક કર્મચારીને સંક્રમણ લાગ્યું હતુ.ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 5 જાન્યુઆરીએ રાજ્યમાં વેક્સિનેશન ડ્રાય રન થશે. મને વિશ્વાસ છે કે મકરસંક્રાંતિ સુધીમાં આપણે વેક્સિન લઈ લીધી હશે અને કોરોનાને હરાવીશું.ભારતથી યુકેની ફ્લાઈટ 6 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે યુકેથી ભારતની ફ્લાઈટ 8 જાન્યુઆરીથી શરૂ થશે. દર અઠવાડિયે બંને તરફથી 15-15 ફ્લાઇટ્સ કાર્યરત થશે. આવી સ્થિતિમાં, આરોગ્ય મંત્રાલયે એરલાઇન્સ, કોરોનાના નવા વેરિએન્ટ પર નજર રાખવા અને તેની સાથેની લડાઈ માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરી છે. જે મુસાફરો માટે છે. UKથી આવતા મુસાફરોને તેમના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.બ્રિટનમાં દહેશત મચાવતો કોરોનાનો નવો ખતરનાક સ્ટ્રેન હવે ગુજરાતમાં પહોંચી ગયો છે. હાલમાં જ બ્રિટનથી આવેલા 4 વ્યક્તિઓમાં આ સ્ટ્રેન જોવા મળ્યો છે. ચારેય દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.
  • 1. દિલ્હી
    અહીં શનિવારે 494 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા. 496 લોકો સાજા થયા અને 14 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6 લાખ 26 હજાર 448 લોકોને સંક્રમણ લાગ્યું છે જેમાં 6 લાખ 10 હજાર 535 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 10 હજાર 571 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 5342 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

    2. મધ્યપ્રદેશ
    શનિવારે રાજ્યમાં 731 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 855 લોકો સાજા થયા અને 9 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 2 લાખ 43 હજાર 302 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 2 લાખ30 હજાર 586 લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 3627 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અહીં 9089 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

    3. ગુજરાત
    શનિવારે રાજ્યમાં 741 નવા કેસ સામે આવ્યા હતા. 922 લોકો સ્વસ્થ થયા અને 5 લોકોનાં મૃત્યુ થયાં. અત્યાર સુધીમાં 2 લાખ 46 હજાર 513 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આમાંથી 2 લાખ 32 હજાર 822 લોકો સાજા થયા છે, જ્યારે 4314 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 9377 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

    4. રાજસ્થાન
    શનિવારે રાજ્યમાં 467 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 890 લોકો રિકવર થયા અને 5 લોકોનાં મૃત્યુ નીપજ્યાં. અત્યાર સુધીમાં 3 લાખ 9 હજાર 319 લોકોને સંક્રમિત થયા છે. આમાંથી 2લાખ 97 હજાર 819 લોકો સાજા થયા છે, જ્યારે 2705 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 8795 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

    5. મહારાષ્ટ્ર
    અહીં શનિવારે 3218 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 2110 લોકો સાજા થયા અને 51 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 19 લાખ 38 હજાર 854 લોકોને સંક્રમણ લાગ્યું છે તેમાંથી 18 લાખ 34 હજાર 934 લોકો સાજા થયા છે, જ્યારે 49 હજાર 631 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 53 હજાર 137 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News