સતત પાંચમા દિવસ મા 40,000 થી વધુ લોકો ચેપગ્રસ્ત મળ્યા, અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 30 એપ્રિલ સુધી વધારવામાં આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 11:56:17
  • Views : 232
  • Modified Date : 2021-03-24 11:56:17

     દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47239 દર્દી મળ્યા, 23,913 સાજા થયા અને 227નાં મોત થયાં છે. આ સતત પાંચમો દિવસ હતો, જ્યારે નવા કેસ 40 હજારથી વધુ રહ્યા. મોતનો આંકડો પણ આ વર્ષે સૌથી વધુ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધોને 31 એપ્રિલ સુધી વધારી દીધા છે.

      દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 17 લાખ 33 હજાર 594 લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, તેમાંથી 1 કરોડ 12 લાખ 3 હજાર 16 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 3.65 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.બીજી તરફ, દિલ્હી સરકારે તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશનો, આંતરરાજય બસ ટર્મિનલ પર અન્ય રાજ્યોમાંથી આવાનારા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ(RAT/RT-PCR) અનિવાર્ય કર્યું છે. દિલ્હીમાં સાર્વજનિક સ્થાનો પર હોળી, શબ-એ-બારાત અને નવરાત્રિ મનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

     ઉત્તરપ્રદેશમાં હોળી પહેલાં રાજ્ય સરકારે કેટલાક નિર્દેશ બહાર પાડ્યા છે, એમાં પૂર્વમંજૂરી વગર કોઈ સરઘસ કાઢી શકશે નહિ. 60 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ પ્રકારના ઉત્સવમાં ભાગ લેવાની પરવાનગી નથી.કોરોનાના વધતા મામલાઓને લઈને ગૃહ મંત્રાલયે પ્રભાવ નિયંત્રણ માટે દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. એ 1 એપ્રિલથી પ્રભાવી થશે અને 30 એપ્રિલ 2021 સુધી લાગુ રહેશે. એમાં તમામ રાજ્યોમાં ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રીટ પ્રોટોકોલની સખતાઈ લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

     દેશમાં કોરોનાના વધતા મામલાઓની વચ્ચે વેક્સિનેશનને લઈને મોટા સમાચારો આવી રહ્યા છે. એક એપ્રિલથી 45 વર્ષ અને તેની ઉપરના તમામ લોકો કોરોના વેક્સિન લગાવી શકશે. કેન્દ્ર સરકારે મંગળવારે આ નિર્ણય લીધો છે. અત્યારસુધીમાં 45થી 60 વર્ષની વચ્ચે માત્ર ગંભીર બીમારીઓ હોય તેવા લોકોને વેક્સિન મુકાઈ રહી હતી.કોરોના મહામારીના વધતા મામલાઓને જોતાં BMC(બૃહદ મુંબઈ મહાનગરપાલિકા)એ હોળી રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Download Our B K News Today App



Related News