જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, રાજસ્થાનમાં સિઝનની બીજી ઠંડી રાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 11:49:02
  • Views : 334
  • Modified Date : 2021-01-28 11:49:02

    પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી હિમવર્ષા પછી મેદાની વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 3 ડિગ્રીએ પહોંચી ગયું છે. ઠંડી હવાઓના કારણે ઉદયપુરમાં પણ ત્રણ દિવસથી સખ્ત ઠંડી છે. જ્યારે મધ્યપ્રદેશમાં હવામાનમાં અચાનક ફેરફાર આવ્યો છે. ભોપાલ સહિત રાજ્યના આઠ જિલ્લામાં સખ્ત પડી રહી છે.


    ઉતરી હવાઓના કારણે સમગ્ર રાજસ્થાનમાં ફરી એક વખત સખ્ત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉદયપુરમાં પારો 3.2 ડિગ્રી અને માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રીએ પહોંચી ગયો છે. છેલ્લા ચાર દિવસની અંદર મિનિમમ ટેમ્પરેચરમાં 8.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તે પછી હવે પારો 2.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે. ગઈકાલની રાત રાજસ્થાનની વર્ષની પ્રથમ અને સિઝનની બીજી સૌથી ઠંડી રાત હતી. આ પહેલા 29 ડિસેમ્બરે રાતનું તાપમાન 2.4 ડિગ્રી રહ્યું હતું.


    પંજાબમાં થોડા દિવસો અગાઉ અમૃતસર અને બઠિંડાની રાત સૌથી ઠંડી રહી. અહીંનું તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી થોડા દિવસોમાં ગાઢ ધુમ્મસથી રાહત મળી શકે છે. જોકે ઠંડી ઘટે તેવી શકયતા નથી. હવામાન વિભાગે 1 અને 2 ફેબ્રુઆરીની વચ્ચે ઝરમાર વરસાદ પડવાનું અનુમાન કર્યું છે.જમ્મુ-કાશ્મીરમાં સતત હિમવર્ષા થઈ રહી છે. અહીંનું તાપમાન માઈનસ 11 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે. જોકે જોરદાર ઠંડી છતાં પણ રોજના એક હજારથી વધુ પર્યટક અહીં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાંથી અહીં લોકો ફરવા આવી રહ્યાં છે.જાન્યુઆરી પુરો થવાની તૈયારી છે. જોકે મધ્યપ્રદેશમાં હવે જતાજતા ઠંડી વધી રહી છે. ઈન્દોર સિવાય ભોપાલમાં છેલ્લા બે દિવસથી સખ્ત ઠંડી છે. અહીં મિનિમમ ટેમ્પરેચર 8 ડિગ્રી પર આવી ગયું છે. ઠંડા પવને મુશ્કેલી વધારી દીધી છે. ઉતર ભારતમાંથી આવી રહેલી સુકી હવાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે જાન્યુઆરીમાં સૌથી ઓછું 5 ડિગ્રી સુધી તાપમાન રેકોર્ડ થયું છે. આ સિવાય રાજ્યના 14 જિલ્લામાં પણ દિવસ ખૂબ જ ઠંડો રહ્યો. નરસિંહપુર અને સિવનીને બાદ કરતા તમામ જગ્યાએ રાતનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું છે.


Download Our B K News Today App



Related News