લાખણી ખાતે પીપા ક્ષત્રિય સમાજનું પ્રથમ સ્નેહમિલન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-08 11:34:01
  • Views : 365
  • Modified Date : 2019-11-08 11:34:01

પીપા ક્ષત્રિય દરજી સમાજ પાંચપટ્ટી ૨૬ ગામોનું પ્રથમ સ્નેહમિલન તથા સન્માન સમારોહનું યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ અને તે સનેહમિલન લાખણી ખાતે રાખવામાં આવેલ. જેમાં ૨૬ ગામના દરજી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી
પડ્‌યા હતા અને દરજી સમાજના ગુરુ પીપાજીની આરતી કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેમાં દાતાઓનુ સન્માન તેમજ, તેજસ્વી તારલાઓને સ્કૂલબેગ, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી હતી. તેમજ શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા  દિલીપભાઇ ડાભી( સંકલ્પ સ્કૂલ, ધાનેરા), અમરતભાઇ દરજી( ઓવર ધ રેઇમ્બો સ્કૂલ, ધાનેરા), ધીરજભાઇ પરમાર  (લાયન્સ સ્કૂલ લાખણી),  સુરેશભાઇ ભાટી ( આદર્શ સ્કૂલ લાખણી) તેમજ સમાજના  સેવાકીય કાર્ય કરનારા, સરકારી નોકરીમાં જોડાયેલા લોકોના સન્માનની સાથે ધો-૧૦ અને ૧૨ માં તમામ પ્રવાહમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ. ભીનમાલ યુવા સંસ્થાના પ્રમુખ ઉત્તમ જે. સોલંકી, સુંધા પર્વતના પ્રમુખ અમીચંદ ડાભી, તેમજ ૨૫ ગામના પ્રમુખ ધીરજભાઇ
પરમાર, શાંતિલાલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News