થરાદના વિજય બિઝનેસ કોમ્પલેક્ષમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-25 10:42:40
  • Views : 220
  • Modified Date : 2022-06-25 10:42:40

થરાદના હાર્દ સમાન રેફરલ રોડ ઉપર આવેલ વિજય બિઝનેસ કોમ્પલેક્ષમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો..ચોરીની ઘટનાઓને પગલે વેપારીઓએ નગરમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગને સઘન બનાવવા માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લાનું દિન-પ્રતિદિન ચોરીના બનાવો સામે આવી રહ્યા છે રાત્રિ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે થરાદના રેફરલ રોડ પર આવેલા વિજય કોમ્પલેક્ષમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રણ દુકાનના તાળા તોડયા હતા અને દુકાનોમાં ઘૂસીને દુકાનમાં રહેલ સરસામાન અસ્ત વ્યસ્ત કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘટના દરમિયાન રોકડીયા ચોર હોવાથી દુકાનોમાંથી તસ્કરોને કોઈપણ રોકડ રકમ દુકાનોમાંથી હાથ ના લાગતા તસ્કરો વીલા મોંઢે પરત ફર્યા હતા.

દુકાનમાં લાગેલા સીસીટીવીમાં તસ્કરો કેદ થયા હતા..થરાદના વેપારીઓ દ્વારા થરાદ બજાર વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ હાથ ધરાય તેવી માંગ કરી છે જેમાં થરાદના મુખ્ય માર્ગ પર આવેલા વિજય શોપીંગમાં એક જ રાત્રિ દરમિયાન તસ્કરોએ એક સાથે ૩ દુકાનોના તાળા તોડી તરખરાટ મચાવતા વેપારી સહિત લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે એક દુકાનમાંથી અંદાજીત રોકડા રૂ.૧૪૦ અને માલસામાનની ચોરી થઈ હતી. જયારે અન્ય દુકાનોમાંથી કઈ જ ચોરાયું ન હતું. સીટીટીવીમાં બે શખ્સોની હિલચાલ કેદ થઈ હતી જેમાં દુકાનોના રાત્રિ દરમિયાન તસ્કરોએ શટરના તાળા તોડયા હતા અને કટલરી ,કરીયાણા સહિત ત્રણ  દુકાનોના તાળા તોડયા હતા. પણ તસ્કરોના હાથમાં 3 દુકાનોમાંથી અંદાજીત રોકડા ૧૪0 રૂપિયા અને થોડો માલસામાન હાથે આવ્યો હતો.. આ વિસ્તારમાં અગાઉ છ મહિના પહેલા પણ અમુક દુકાનના તાળા તૂટયા હતા અને રોકડ રકમની ચોરી થઈ હતી જેના કારણે દુકાનદારોએ દૂકાનના ગલ્લામાં રોકડ રકમ રાખવાનું બંધ કરી દીધું હતું અને જેના કારણે જ ચોરોને ચોરી દરમિયાન રોકડ રકમ મળી ન હતી અને વીલા મોઢે જ પાછા ફરવું પડ્યું હતું...આ બનાવની જાણ દુકાનદારોને થતાં દુકાનદારોએ થરાદ પોલીસને જાણ કરી હતી થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી

 

Download Our B K News Today App



Related News