નંદનવન રેસિડેન્સીને તસ્કરોએ નિશાન બનાવીને 2.28.600 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-27 12:09:55
  • Views : 255
  • Modified Date : 2022-08-27 12:09:55



ડીસામાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે શહેરના હાઇવે વિસ્તારમાં આવેલી નંદનવન રેસિડેન્સીને તસ્કરોએ નિશાન બનાવીને 2.28.600 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા છે.. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ડીસા શહેરમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.. શહેરમાં જાણે કે લોકોની માલમિલકત જરા પણ સલામત ના હોય તેમ એક પછી એક ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી છે.. ત્યારે વધુ એક ઘરફોડ ચોરીની ઘટના શહેરના હાઇવે વિસ્તારમાં આવેલી નંદનવન રેસિડેન્સીમાં બની છે.. નંદનવન રેસિડેન્સીમાં રહેતા દશરથભાઈ પરમાર ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટનું કામ કરે છે.. તાજેતરમાં તેમના પત્ની પોતાના પિયર અમદાવાદ ગયેલા હતા અને દશરથભાઈ તેમના પિતા પાસે ગામડામાં ગયા હતા.. તે દરમ્યાન તેમનું મકાન બંધ હતું અને તસ્કરો તેનો ફાયદો ઉઠાવીને બંધ મકાનને નિશાન બનાવ્યું.. તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરીને તિજોરીના લોક તોડ્યા અને તિજોરીમાથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 2.28.600ની ચોરી કરીને ફરાર થઈ ગયા છે.. દશરથભાઈ પરમાર ગામડેથી પરત તેમના ઘરે ફરતા તેમના મકાનનું તાળું તૂટેલું હતું અને મકાનમાં જઈને તપાસ કરતાં તેમના મકાનમાં રહેલી તિજોરીના તાળાં તૂટેલા હતા અને સમાન વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો.. ઘટનાને પગલે દશરથભાઈ પરમારે તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.. દશરથભાઈના પિતાના જણાવ્યાનુસાર તસ્કરોએ મકાનમાથી દાગીના અને રોકડ રકમ મળી 2.28.600 લાખની ચોરી કરી ગયા છે.

Download Our B K News Today App



Related News