ડીસાની આકાશવિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા : 1 લાખ ઉપરાંતની ચોરી કરી ચોર ફરાર, દક્ષિણ પોલીસે નોંધાઈ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-21 10:39:46
  • Views : 238
  • Modified Date : 2022-05-21 10:39:46

ડીસાની આકાશવિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા : 1 લાખ ઉપરાંતની ચોરી કરી ચોર ફરાર, દક્ષિણ પોલીસે નોંધાઈ ફરિયાદ

ડીસાના આકાસવિલા સોસાયટીમાં ગત મોડી રાતે અજાણ્યા તસ્કરો એ મકાન ને નિશાન બનાવી મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત અદાજીત 1 લાખ ઉપરાંત ની ચોરી થતા તાત્કાલિક મકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે..

 

બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ના હોય તેમ એક પછી એક ચોરીની ઘટના ને અંજામ આપી રહ્યા છે.ત્યારે આજે વધુ એક ચોરી ની ઘટના સામે આવી છે.ડીસા ના આકાસવિલા સોસાયટીમાં રહેતા  શૈલેષકુમાર મયારામ પંડ્યા પોતાના પરિવાર સાથે ઘર ની આગળ ઓસરીમાં સૂતાં હતાં. તે દરમિયાન અજાણ્યા તસ્કરો એ મકાનને નિશાન બનાવી મકાનના પાછળના ભાગે દરવાજાના નકૂચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. જે બાદ ઘરમાં પડેલ તિજોરીના લોક તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત અંદાજિત એક લાખ ઉપરાંતની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે બાદ શૈલેષકુમાર પંડ્યા જ્યારે સવારે ઉથી ઘરમાં પ્રવેશ કરતા ઘરમાં સામાન વેરવિખેર જોવા મળેલ અને તપાસ કરતા તિજોરીના લોક પણ તૂટેલી હાલતમાં જોવા મળેલ અને તિજોરીમાં પડેલ દાગીના અને રોકડ રકમ પણ જોવા મળેલ નહિ અને પોતાના ઘરમાં ચોરી થયા હોવાનું જાણ થતાં તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસ ને જાણ કરાઇ હતી જે બાદ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા..

Download Our B K News Today App



Related News