ઇડર તાલુકામાં ખેડૂતના ખેતરમાંથી તૈયાર પાક તસ્કરો ચોરી કરી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-10 09:43:07
  • Views : 73
  • Modified Date : 2024-03-10 09:43:07

તસ્કરોએ માઝા મૂકી હોય એવી સ્થિતિ વર્તાઈ રહી છે. ઘર આગળ કાર કે બાઈક અને ખિસ્સામાં મોબાઇલ સલામત નથી રહેતા અને મંદિરમાં દાનપેટી અને અલંકારો સુરક્ષીત નથી. ત્યાં વેપારીઓના ઘર પણ નિશાને ચડી રહ્યા છે, આવી સ્થિતિમાં હવે ખેતરમાં પણ પાક સલામત નથી રહ્યો. તસ્કરો ખેતરમાં રહેલી ખેતી પેદાશને પણ ભરી જઈને ચોરી આચરવાની ઘટના સામે આવી છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ ત્રાસ કરી મુક્યો છે. મંદિર, ઘર, શાળા અને વાહનો સુરક્ષિત રહ્યા નથી ત્યાં હવે ઇડર તાલુકામાં ખેડૂતના ખેતરમાંથી તૈયાર પાક તસ્કરો ચોરી કરી ગયા છે. જોકે પોલીસ મથકના ચોપડે ખેડૂતની ફરિયાદ નોંધાતા 10 દિવસનો વખત લાગી ચૂક્યો છે.ઓનલાઈનના જમાનામાં ફરિયાદ 10 દિવસે નોંધાઈ હોવાની વિગત સામે આવી છે. જોકે કારણ દર્શાવવામાં આવ્યુ છે કે, આ અંગે આસપાસમાં તપાસ કર્યા બાદ હવે ફરિયાદ નોંધાઈ છે. જાદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ઉમેદગઢના સંજય કાંતિભાઈ પટેલને સવા એકર જેવી જમીનમાં એરંડાની ખેતી કરી હતી. આ ખેતીમાં એરંડાનો પાક તૈયાર થતા તેને લણવામાં આવ્યો હતો. અને લણેલ પાકને યોગ્ય રીતે ખેતરના ખળામાં ગોઠવીને રાખ્યો હતો.

Download Our B K News Today App



Related News