સેલવાસમાં તસ્કરોનો તરખાટ, પોલીસ સ્ટેશનની સામે શોપિંગ સેન્ટરમાં સાત દુકાનોના તાળા તૂટ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-24 14:30:25
  • Views : 93
  • Modified Date : 2024-02-24 14:30:25

રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વલસાડમાં ફરી એક વાર ચોરીની ઘટના બની છે. વલસાડના સેલવાસમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. સેલવાસ પોલીસ સ્ટેશનની સામે શોપિંગ સેન્ટરમાં સાત દુકાનોના તાળા તૂટ્યા છે. સેલવાસના સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષમાં સાત દુકાનોમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બે અજાણ્યા યુવાનો શટર તોડી ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTVના આધારે સેલવાસ પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ અગાઉ સુરત મનપાની કચેરીમાંથી બાઇક ચોરીની ઘટના બની હતી. બાઇકચોર ગણતરીના સમયમાં બિન્દાસ્ત વાહનની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. વાહનમાલિક કામ પતાવી કચેરીમાંથી બહાર આવ્યો ત્યારે વાહન નજરે પડ્યું ન હતું. સીસીટીવીની તપાસમાં વાહનચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

Download Our B K News Today App



Related News