પાલનપુરના મોટા ખાતે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.. તસ્કરોએ બે મંદિર અને બે મકાનોમાં ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર ગામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 11:05:36
  • Views : 219
  • Modified Date : 2022-05-08 11:05:36

 

બે મંદિર અને બે મકાનના તાળા તોડી દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી ફરાર થયા


ગઢ પીએસઆઇ દ્વારા ફરિયાદ લેવાનો ઇન્કાર કરવાના ગ્રામજનો ના આક્ષેપો


પાલનપુર તાલુકા ના મોટા ખાતે તસ્કરોએ તરખાંટ મચાવી 2 મંદિર અને 2 મકાનોના તાળા તોડી રોકડ રકમ તેમજ દાનપેટી અને ઘરેણાં ની ચોરી કરી ફરાર થઇ જતાં સમગ્ર ગામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવા જતાં ગઢ પોલીસ દ્વારા ફરિયાદ લેવાના બદલે માત્ર અરજી લઈને ત્રણ દિવસ વીતવા છતાં કોઈ કાર્યવાહી ના કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને ગ્રામજનો દ્વારા પીએસઆઇ ની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા

 

સમગ્ર બનાવની વાત કરવામાં આવેતો પાલનપુર તાલુકાના મોટા ખાતે આવેલ અર્બુદા માતાજીના મંદિરે અને ગામમાં રહેતા મફુસિંહ લક્ષમણસિંહ ચૌહાણ અને તેમના ભાઈ ના ઘરે અને નકલંગ મહારાજના મંદિરે આમ ચાર જગ્યાએ ગત 3 મેં ના રાત્રીના સમયે તસ્કરો તાળા તોડીને રોકડ, દાગીના અને દાનપેટી ની ચોરી કરી હોવાની ઘટના બનતા મફુસિંહ ચૌહાણ અને ગામલોકો દ્વારા 4 મેં ના સવારે ગઢ પોલીસ મથકે ફરિયાદ આપવા જતાં ગઢ પોલીસ દ્વારા તેમની ફરિયાદ લીધા વિના માત્ર અરજી લેવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે ગામલોકોએ ફરિયાદ લેવાની વાત કરતા ગઢ પીએસઆઇ એલ. જે. વાળાએ ફરિયાદ લેવાનો ઇન્કાર કરતા ગ્રામજનો માં રોષ જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર મામલે ફરિયાદ આપવા ગયેલા મફુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે ગત 3 મેં ના રોજ રાત્રે હું મારા પરિવાર સાથે ખેતરમાં ગયેલ હતા અને 4 મેં ના રોજ સવારે મારો ભત્રીજો દૂધ મંડળી દૂધ આપી ઘરે આવતા મારું અને મારા ભાઈ ના ઘરનું તાળું તૂટેલું જોવા મળતા તેને મને જાણ કરી હતી જેથી હું ઘરે આવી જોતા તાળું તૂટેલું હતું ત્યારે અમોએ ગામલોકોને જાણ કરતા બધા આવી ને તપાસ કરતા મારા ઘરમાંથી તિજોરી નુ ખાનું તૂટેલી હાલત માં હતું અને અન્ય સામાન વેરવિખેર જોવા મળી રહ્યો હતો અને તિજોરી માં પડેલ 80 હજાર રોકડા અને દાગીનાનીગુમ હતા ત્યારબાદ ઓસરીના ભાગે આવેલ નકલંગ મહારાજના મંદિરમાં પણ દાન પેટીના દેખાતા તેની પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું અને મારી બાજુમાં આવેલ મારા ભાઈના મકાનનુ પણ તાળું તૂટેલી હાલત માં હતું અને ગામમાં આવેલ અર્બુદા માતાજીના મંદિરે પણ માતાજીના આભૂષણો ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેથી અમે લોકો ગઢ પોલીસ મથકે ફરિયાદ આપવા જતાં પોલીસ દ્વારા અમારી ફરિયાદ ના લઈ માત્ર અરજી લેવામા આવી હતી અને અમોએ ફરિયાદ લેવાનું કહેતા ગઢ પીએસઆઇ દ્વારા અમારી સાથે ટોછડાઇ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું આજે ચોરીના બનાવને 4 દિવસ જેટલો સમય ગાળો વીતવા છતાં પણ પોલીસ દ્વારા કોઈજ તપાસ કરવામાં આવી નથી ત્તારે જીલ્લા પોલીસ વડા દ્વારા આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી

 

ત્યારે સવાલ થાય છે કે ગઢ વિસ્તારમા હમણાંથી  ચોરીઓ ના બનાવો મા વધારો થઇ રહ્યો છે પરંતુ ગઢ પોલીસ કુંભકર્ણ ની નિદ્રા મા હોય તેવું લાગી રહ્યું છે અને ગઢ પીએસઆઇ પોતાની બેદરકારી છુપાવવા અરજદારો પર દમ મારતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારેપીએસઆઇ દ્વારા અરજદારો સાથે ગેર વર્તુનક કરવાની પણ ફરિયાદો ઉઠી રહી છે ત્યારે રાજ્ય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ પોલીસ અધિકારીઓ ને અરજદારો સાથે પ્રેમભાવનું વર્તન કરવા માટે જાહેરમાં કહેવામાં આવ્યું હોવા છતાં ગઢ પીએસઆઇ દ્વારા લોકો સાથે અણછાજતું વર્તન કરી રહયા છે  ત્યારે જીલ્લા પોલીસ વડા દ્વારા આવા અધિકારીઓ ની શાન ઠેકાણે લાવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે

Download Our B K News Today App



Related News