ડીસાના શ્યામ બંગલોઝ ખાતે ચાર લાખ રૂપિયા લઈને તસ્કરો પલાયન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 18:15:40
  • Views : 375
  • Modified Date : 2022-09-05 18:15:40

ડીસાના શ્યામ બંગ્લોઝમાં રહેતા એક પરિવારના ઘરમાં સ્થાપિત ગણપતિની આરતી કરતા હતા તે દરમિયાન જ અગાસીનો દરવાજો ખુલ્લો રહેતા તસ્કરે રૂમમાં પ્રવેશી રૂપિયા ચાર લાખ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. જે અંગે  મકાનમાલિકે ડીસા દક્ષિણ પોલીસ લેખિત રજુઆત કરી છે.ડીસાના- પાટણ હાઇવે પર આવેલ શ્યામ બંગ્લોઝ ભાગ-2માં રહેતા કલ્પેશભાઈ ઈશ્વરલાલ પવાણી ડીસામાં જુના પોલીસ સ્ટેશન આગળ રેડીમેડ કપડાનો વ્યવસાય કરે છે. તેઓએ હાલમાં ઘરમાં ગણપતિની સ્થાપના કરેલી હોય સાંજના સુમારે તેમના ઘરે ગણપતિની આરતી ચાલતી હતી આ દરમિયાન સ્પીકરનું વોલ્યુમ વધુ હતું અને પરિવારના સદસ્યો ગણપતિની આરતી કરતા હતા.ત્યારે  ઉપરના માળે અગાસીનો દરવાજો ખુલ્લો હોઇ કોઈ અજાણ્યા તસ્કરો રૂમમાં પ્રવેશ કરી પેટીમાં મુકેલા રૂપિયા ચાર લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી ગયા હતા.બાદમાં પરિવારની મહિલા ઉપરના રૂમમાં જતા તમામ સમાન વેર વિખેર પડેલો જણાતા તેમના પતિ કલ્પેશભાઈને જાણ કરતા પેટીમાં મુકેલા રૂપિયા ચાર લાખની ચોરી થઈ હોવાનું જણાયું હતું.જેથી આ અંગે તેઓએ ડીસા શહેર દક્ષિણ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી.

Download Our B K News Today App



Related News