સ્મૃતિ ઈરાનીએ કહ્યું- દીદીએ રામનો ત્યાગ કર્યો, પણ બંગાળમાં રામરાજ્ય ટકોરા મારી રહ્યું છે; શાહ બોલ્યા- ભાજપ બદલાવ કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 15:31:26
  • Views : 234
  • Modified Date : 2021-01-31 15:31:26

    બંગાળના હાવડામાં રવિવારે ભાજપે મોટી રેલી કરી. આ રેલીમાં સ્મૃતિ ઈરાનીએ મંચથી ભાષણ આપ્યું તો બંગાળની મુલાકાત રદ કરી ચુકેલા ગૃહ મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ સ્પીચ આપી. સ્મૃતિ ઈરાનીએ મોદીના કાર્યક્રમમાં જય શ્રીરામના નારા લાગવાથી નારાજ મમતા પર રામનું નામ લઈને જ નિશાન સાધ્યું. સ્મૃતિએ કહ્યું કે મમતા દીદી ભલે જ પ્રભુ રામનો ત્યાગ કર્યો હોય, પરંતુ બંગાળમાં રામ રાજ્ય ટકોરા મારી રહ્યાં છે.

    સ્મૃતિ પછી શાહે કહ્યું કે 10 વર્ષ પહેલાં મમતાએ માતા, માટી અને માનુષનો નારો આપ્યો હતો. આજે તે સૂત્ર ગાયબ થઈ ગયું છે અને સરમુખત્યારશાહી, તુષ્ટિકરણ અને જૂથવાદનો પ્રારંભ થયો છે. શાહે કહ્યું કે બંગાળમાં 10 વર્ષ પહેલાં કોમ્યુનિસ્ટ પછી જે બદલાવ થવાનો હતો, તે બદલાવ હવે ભાજપ કરશે.

    અમિત શાહે કહ્યું કે, 'નરેન્દ્ર મોદી સરકારને બંગાળની જનતાએ ફરી આશીર્વાદ આપ્યા. 6 વર્ષની અંદર મોદી સરકારે ગેસ, ઘર, શૌચાલય અને પીવાનું પાણી આપ્યું. તેઓ ઈચ્છતા હતા કે 5 લાખ સુધીની સ્વાસ્થ્ય સુવિધાઓ પણ લોકો સુધી પહોંચે, જેને મમતા દીદીએ લોકો સુધી પહોંચ્વા જ ન દીધું. જન-ધન યોજનાનો ફાયદો દેશભરના લોકો ઉઠાવી રહ્યાં છે. બંગાળની જનતાને આ ફાયદો નથી મળી રહ્યો. આ મોદી સરકારની યોજન છે તેથી મમતાજીએ તેને અહીં પહોંચ્વા જ નથી દેતી. બંગાળની જનતાએ તમારું શું બગાડ્યું છે? ભાજપની સરકાર બન્યાં બાદ અમે પહેલી કેબિનેટમાં નિર્ણય કરીશું કે આયુષ્યમાન યોજનાનો સંપૂર્ણ ફાયદો તમને મળે.'

    શાહે વધુમાં કહ્યું કે, 'જે રીતે લોકો ભાજપ સાથે જોડાય રહ્યાં છે, તે દ્રષ્ટીએ ચૂંટણી આવતા-આવતા મમતા દીદી એકલાં જ રહી જશે અને તેમને સાથ આપનારું કોઈ જ નહીં હોય. તેઓએ વિચારવું જોઈએ કે અંતે લોકો તેમને કેમ છોડી રહ્યાં છે.'

    સ્મૃતિ ઈરાનીએ કહ્યું, 'જે પક્ષ સ્વાર્થ માટે કેન્દ્ર સાથે વેર રાખે છે. જેઓ જય શ્રીરામના નારાને અપમાનિત કરે છે. તે પક્ષમાં કોઈ રામભક્ત એક મિનિટ પણ ન રહી શકે. જનતા જાણે છે કે TMCમાં જ્યાં સુધી કટ મની નથી આવતી, ત્યાં સુધી કામ નથી થતું. બંગાળાના હાલના દિવસોમાં માત્ર કોરોના જ નહીં પરંતુ અમ્ફાન વાવાઝોડાંને પણ સહન કર્યું. કેન્દ્ર સરકારે આ વાવાઝોડાંની ચેતવણી 11 દિવસ પહેલાં આપી હતી, પરંતુ દીદીએ તે વાત પણ ન સાંભળી. જે ભારતની સેનાને તમે અપમાનિત કરતા રહ્યાં, તે સેનાએ અહીં લોકોની મદદ કરી.'

Download Our B K News Today App



Related News