થરાદ-સાંચોર હાઈવે પરથી સ્મેક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 11:20:28
  • Views : 399
  • Modified Date : 2021-04-04 11:20:28

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી  ફરી એક વાર ડ્રગ્સની હેરાફેરી કરતા માતા-
પુત્ર ઝડપાયા છે. જેમાં સ્મેક હેરોઇન અને ગાડી સહિત કુલ ૯.૧૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે માતા પુત્ર સહિત ચાર લોકો સામે ગુન્હો નોંધી થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થરાદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઘણા કેફી દ્રવ્યોનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે થરાદ પોલીસ સતત ગુનેગારોને પકડવા મહેનત કરી રહી છે. ત્યારે થરાદ પંથકમાં દારૂ, અમલ, ડોડાની સાથે સાથે હેરોઈનનો પગ પેસારો થઈ રહ્યો છે. ત્યારે   બનાસકાંઠા એસ.ઓ.જી. થરાદ-સાંચોર હાઈવે પર બાતમીના આધારે વોચ ગોઠવીને ઉભી હતી. ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી એક સફેદ કલરની ડસ્ટર કાર નં. જીજે ૧૮ બીબી ૭૮૭૧ શંકાસ્પદ જણાતા તેને  થોભાવી હતી બાદમાં આ કારની તલાસી લેતાં તેમાં એક મહિલા
પીનાબેન ચીનુભાઈ ઉર્ફે ઈનાભાઈ રૂપાજી ભાટી, અશ્વીનકુમાર ચીનુભાઈ ભાટી બંને રહે.દિયોદર તેમજ નિકુલભાઈ રઘુભાઈ મકવાણા રહે.મીઠા તા.ભાભર સવાર હતા.  જેમાં કારચાલકની તલાસી લેતાં તેની પાસેથી ૪૦.૮૭ ગ્રામ જેટલો સ્મેક હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે કડક
પૂછપરછ કરતા આરોપીએે રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા રાકેશ વિશ્નોઈ પાસેથી આ ડ્રગ્સ લાવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્મેક હિરોઈનનો જથ્થો, ડસ્ટર કાર  સહિત કુલ ૯.૧૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને  ચારેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. જેમાં માતા-પુત્ર  સહિત કુલ ત્રણ લોકોની અટકાયત કરી છે જ્યારે ડ્રગ્સ
આપનાર રાજસ્થાની શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News