અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં SMCના દરોડા, લાખોના મુદ્દામાલ સહિત 2ની ધરપકડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-26 15:43:38
  • Views : 108
  • Modified Date : 2023-06-26 15:43:38

 રાજ્યમાં ચોપડાના પાને તો નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના ગામતીપુર વિસ્તારમાંથી દારુ ઝડપી પાડ્યો છે.દારુ છુપાવવા માટે આરોપીએ બેડરૂમમાં ભોયરૂ બનાવ્યુ હતુ. આ ઉપરાંત આરોપીએ દારુ છુપાવવા માટે રસોડામાં પણ વ્યવસ્થા કરી હતી. SMCએ બાતમીના આધારે આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. અને પોણા પાંચ લાખના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે વધુ તપાસ હાથધરી છે.આ અગાઉ રાજકોટના લોધિકા રોડ પર આવેલી એક દરગાહમાંથી લાખોનો ગાંજો ઝડપાયો હતો. રાજકોટની દરગાહમાંથી 24 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે.

Download Our B K News Today App



Related News