ખેડાના કપડવંજમાં SMCએ દરોડા પાડીને દારુ ઝડપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-02 17:49:51
  • Views : 61
  • Modified Date : 2024-06-02 17:49:51

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ખેડાના કપડવંજમાં SMCએ દરોડા પાડીને દારુ ઝડપાયો છે. 4.99 લાખની દારુની 2 હજારથી વધુ બોટલ જપ્ત કરવામાં આવ્યો છે. કપડવંજના મીના બજારના બારોટ વાડામાં દારુનો ઝડપાયો છે. કુલ 6.30 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 4 શખ્સો વોન્ટેડ જાહેર કર્યા છે. SMC દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજીતરફ આ અગાઉ સુરતના ભેસ્તાનની સાઈ રાજ રેસીડેન્સીમાંથી દારુનો જથ્થો ઝડપાયો હતો. પાર્ક કરેલી કારની તપાસમાં 71 હજારનો દારુનો જથ્થો ઝડપાયો હતો. દારુની અલગ -અલગ બ્રાન્ડની 572 બોટલ જપ્ત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News