થરા અનુપમ પ્રાથમિક શાળા ખાતે "મિશન વિધા" અંતર્ગત એસ.એમ.સી.ની બેઠક યોજાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-30 11:11:53
  • Views : 228
  • Modified Date : 2021-07-30 11:11:53

     કાંકરેજ તાલુકાના થરા નગર પાલીકા વિસ્તારમા જુના ગામ તળમાં " અનુપમ શાળા નંબર - માં " મિશન વિધા " અંતર્ગત એસ.એમ.સી.ની બેઠક યોજાઇ હતી. જેમાં જૂની એસ.એમ.સી. કમિટીને ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવનિયુકત એસ.એમ.સી.અધ્યક્ષ તરીકે રાજપુરોહિત મંજુલાબેન નૈનસિંહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.જેમાં ઉપાધ્યક્ષ તેરવાડિયા મનુજી જવાનજી,શિક્ષણવીદ અમરતભાઈ રૂપસીભાઈ પરમાર, પાલીકા સદસ્ય તરીકે મમતાબેન ઓધારજી તેરવાડિયા,સભ્ય સચિવ ઝાલા બિંદેશ્વરીદેવી ચંદ્રસિંહ સહિત અન્યા સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી... પ્રસંગે  એસ.એમ.સી ના સભ્યો તેમજ શાળા પરિવાર મિશન વિધા બેઠકમાં ઉપસ્થિત રહી બાળકોમા વાંચન -લેખન અને ગણન જેવી પાયાની શૈક્ષણિક સુવિધાથી વંચિત રહે તે માટે પ્રયત્ન કરવાની સલાહ આપી હતી

Download Our B K News Today App



Related News