સ્માર્ટ સિટી, સ્માર્ટ રૂપિયા અને સ્માર્ટ ભ્રષ્ટાચાર સેકટર ૨૧માં બનતું સ્માર્ટ પાર્કિંગ કે પછી ફૂટપાથ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 11:03:37
  • Views : 319
  • Modified Date : 2020-10-21 11:03:37

ગાંધીનગરમાં સ્માર્ટ સિટી દ્વારા ઘણા બધા સ્માર્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેથી આ મહાનગરમાં વિકાસ સોળે કળાએ ખીલી ઊઠે. ગાંધીનગરમાં આવેલા સેક્ટર ૨૧માં ફૂટપાથ તોડીને સ્માર્ટ
પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેથી સેક્ટર ૨૧માં થતાં ટ્રાફિકજામમાંથી આંશિક રાહત મળી શકે છે. પરંતુ આ પાર્કિંગ જ રોડ લેવલથી એટલું ઊંચું બનાવ્યું છે કે આ પાર્કિંગ છે કે ફુટપાથ તે પહેલી નજરે જોતા સમજાઈ શકે નહીં.  પરંતુ અગાઉ સ્માર્ટ સિટીમાં થયેલા કામોની જેમ આ કામમાં પણ ગંભીર બેદરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા રાખવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે.
સેક્ટર ૨૧મા જ્યાં નવું
પાર્કિંગ બની રહી છે ત્યાં પહેલા ફૂટપાથ હતી પરંતુ તેને તોડીને
પાર્કિંગ બનાવવામાં આવે છે. આ પાર્કિંગ પણ ફૂટપાથની જેમ રોડના લેવલથી અધ્ધર બનાવીને મતલબ શું ? જ્યાં લોકો પોતાના સાધનો જ પાર્ક ન કરી શકે . પ્રજા કરોડો રૂપિયા ટેક્સ ભરે છે ત્યારે આ ટેક્સના રૂપિયા પ્રજા માટે લેખે લાગે તેવું પ્રજા ઇચ્છિત હોય છે. આ કામગીરીમાં
વ્યાપક પ્રમાણમાં બેદરકારી રાખવામાં આવી હોય તેવું
સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. ત્યારે સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા તમામ પ્રોજેક્ટોમાં તંત્ર પણ આંખ આડા કાન કરતું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. ૧૭ કરોડ
રૂપિયાના ખર્ચે સ્માર્ટ પાર્કિંગ સ્માર્ટ સીટી અંતર્ગત બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ
બેદરકારીના કારણે ન તો આ
પાર્કિંગમાં ફિનિશિંગ છે. ના તો રોડ લેવલનું કામ થયું છે. ના તો સેફટી વોલમાં પણ બરાબર કામ થયું છે ત્યારે પ્રજા પણ પૂછી રહી છે કે આવી કામગીરી કરી લાખના બાર હજાર શા માટે કરી રહ્યા છો ?

Download Our B K News Today App



Related News