પંજાબની કોલેજની દિવાલ ઉપર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રો લખાયા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-21 16:26:22
  • Views : 502
  • Modified Date : 2022-12-21 16:26:22

પંજાબમાં ફરી એકવાર ખાલિસ્તાન સમર્થનમાં દીવાલો પર સૂત્રો લખવામાં આવ્યાં છે. આ સૂત્રોમાં આ વખતે શ્રી મુક્તસર સાહિબની સરકારી કોલેજની દિવાલો પર લખવામાં આવ્યાં છે. જેમાં ખાલિસ્તાન ઝિંદાબાદ લખવામાં આવ્યું છે. બીજી તરફ, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો વિરોધ કરવાની વાત કરવામાં આવી છે.

રાત્રે શ્રી મુક્તસર સાહિબની સરકારી કોલેજની દિવાલો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા સૂત્રો લખવામાં આવ્યાં હતાં. ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે પણ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં, ત્યાંના વહીવટીતંત્ર દ્વારા તેને દિવાલોથી દૂર કરવામાં આવ્યું છે. બીજી તરફ શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી છે.

આતંકવાદી પન્નુએ કહ્યું કે કોંગ્રેસે પંજાબ પર અત્યાચાર કર્યો છે. શીખોની હત્યા કરવામાં આવી છે. આજે પણ દિલ્હીમાં માર્યા ગયેલા શીખોની વિધવાઓની એક શેરી છે. ભારત જોડો યાત્રા પંજાબમાં અટકાવવામાં આવશે. શ્રી મુક્તસર સાહિબના કોલેજની દીવાલો પણ લખેલું છે- ઈન્દિરા ઠોકી સી, રાહુલ રોકંગે.

આતંકવાદી પન્નુએ પોતાના સંદેશમાં ફરી એકવાર શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર જ્ઞાની હરપ્રીત સિંહના હથિયારોના નિવેદનને યાદ કરાવ્યું. આતંકવાદી પન્નુએ કહ્યું કે જથેદારે પણ સ્વીકાર્યું છે કે શીખ સુરક્ષિત નથી અને તેમણે હથિયાર સાથે રાખવા જોઈએ.

Download Our B K News Today App



Related News