ઉધાનામાં આવેલી લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં બિલ્ડીંગનો સ્લેબ ધારાશાયી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-04 14:33:43
  • Views : 79
  • Modified Date : 2024-02-04 14:33:43

સુરતના ઉધાના ખાતે આવેલી લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં બિલ્ડીંગનો સ્લેબ ધારાશાયી થયો છે. મળતી માહિતી અનુસાર બાંધકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ. તેમજ 2 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.રાજ્યમાં ઘણીવાર મકાન કે બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયીની ઘટના બનતી હોય છે. જેમાં અનેક લોકો જીવ ગુમાવે છે. ત્યારે આવી જ ઘટના સુરતના ઉધનામાં બની છે. ઉધાના ખાતે આવેલી લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં બિલ્ડીંગનો સ્લેબ ધારાશાયી થયો છે. મળતી માહિતી અનુસાર બાંધકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ. તેમજ 2 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા સુરત ફાયર વિભાગે પણ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી હતી.બીજી તરફ આ અગાઉ ભરૂચ શહેરના સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલા રંગોલી શોપિંગ સેનેટરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની હતી. સામાન્ય દિવસોમાં આ શોપિંગ સેન્ટર ખુબ વ્યસ્ત રહેતું હોય છે. પરંતુ રજાના દિવસે ગેલેરી ધરાશાયી થતા જાનહાની ટળી હતી.

Download Our B K News Today App



Related News