ધાનેરા ગંજબજારમાં આવનાર તમામનું સ્ક્રીનિંગ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-05 12:27:46
  • Views : 795
  • Modified Date : 2020-05-05 12:27:46

સરકારની ગાઈડલાઈન મુજબ ધાનેરા ગંજબજાર ચાલુ કરવામાં આવેલ છે અને તેમાં આવનાર લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની સુચના
આપવામાં આવી છે. સોમવારે ગંજ બજારમાં પ્રવેશનાર તમામ વેપારી, ખેડૂતો તેમજ મજુર વર્ગનું ફરજીયાત સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેના પછી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ જે લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા તેવા લોકોને ગંજ બજારમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ગંજબજાર દ્વારા માસ્ક આપ્યા પછી જ ગંજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોમવાર હોવાથી ધાનેરા ગંજ બહારમાં ૧૦ હજાર બોરીની આવક નોંધાવા પામી હતી. જેમાં ૯૧૦૦ બોરી રાયડાની આવક આવી હતી. જ્યારે બીજી તરફ મજુરો ન મળતા આગળનો માલ પણ પડી રહેતા ગંજ બજાર ઉભરાયેલુ જોવા મળ્યુ હતુ. આ અંગે સેક્રેટરી એમ.યુ. શ્વાવગે જણાવેલ કે આવનાર તમામ ખેડૂત, વેપારી તેમજ મજુરોને માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે. તેમજ આ લોકોને ઉકાળાનું
પણ વિતરણ પણ કરવામાં આવી રહ્યુ છે. તેમજ ડોક્ટરો દ્વારા આવનાર તમામનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું છે. 
 

Download Our B K News Today App



Related News