લાખણી કોર્ટનું ભરણપોષણના ચુકાદામાં કડક વલણ ૧૨૫૮ દિવસની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-12 11:36:17
  • Views : 392
  • Modified Date : 2021-02-12 11:36:17

લાખણી તાલુકાના કમોડા ગામના ગીતાબેન લેબાભાઇ રબારીએ પોતાના પતિ મગનભાઈ વશરામભાઈ રબારી રહે.કમોડા વિરુદ્ધ
ભરણપોષણનો દાવો કર્યો હતો. જેને લઈને કોર્ટે ગીતાબેન અને તેમના ૨ સંતાનોને દર મહિને ૯૦૦૦/- રૂપિયા નું ભરણપોષણ ચૂકવવાનો હુકમ તા.૨૮/૦૧/૨૦૧૯ ના રોજ કરેલ હતો. તેમ છતાં તેમના દ્વારા ગીતાબેનને ભરણપોષણ ચૂકવેલ નહિ અને પોલીસ વોરંટથી ભાગતા ફરતા હતા. ત્યારે
પોલીસે તા.૧૦/૦૨/૨૦૨૧ ના રોજ મગનભાઈ રબારીની
ધરપકડ કરીને લાખણી કોર્ટ સમક્ષ રજૂ કરતા લાખણી કોર્ટે મગનભાઈ રબારીને ૧૨૫૮ દિવસની સખ્ત કેદની સજા ફટકારી જેલના હવાલે કર્યો હતો. અને હુકમ કર્યા છે કે જેલ દરમિયાન મગનભાઈની આવકના ૫૦% હિસ્સો
અરજદાર ગીતાબેન રબારીને
આપવાનો રહેશે. આમ કોર્ટના ચુકાદાનું અપમાનને લઈને કોર્ટે લાલ આંખ કરીને આરોપી સખ્ત સજા ફટકારતાં આવા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

Download Our B K News Today App



Related News