રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં વિનામૂલ્યે અપાતા પુસ્તકમાં ધોરણ-૭ સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં રાજ્ય શિક્ષણતંત્રનો મોટો છબરડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 11:15:28
  • Views : 448
  • Modified Date : 2020-07-09 11:15:28

રાજ્ય સરકારના શિક્ષણ તંત્રની ગંભીર ભૂલ સામે આવી છે. આગાઉ પણ આવી કેટલી ભૂલો પુસ્તકોમાં જોવા મળી છે ત્યારે આ વખતે ધોરણ-૭ ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં છબરડો જોવા મળ્યો છે. 
રાજ્યનું શિક્ષણતંત્ર કેટલી હદે નિષ્ફળ રહ્યું છે, તે ધોરણ-૭ સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં કરેલી ભૂલ ઉપરથી જોવા મળી રહ્યુ છે. ગુજરાતી માધ્યમના પુસ્તકના ૧૬ માં પાઠમાં નામાંકિત વ્યÂક્તઓનો પરિચય આપતો પાઠ મૂકવામાં આવ્યો છે. જેમાં ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડને વનિતા ગાયકવાડ બતાવી છે, ત્યારે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ શું સાચું સમજશે?
સમગ્ર દુનિયામાં ડાંગ જિલ્લાનો ડંકો વગાડનાર સરિતા ગાયકવાડે ૪૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તેને પોષણ અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી છે. ત્યારે સરિતા ગાયકવાડનું નામ સમગ્ર દુનિયામાં ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતું બની ગયું છે.
પરંતુ આ બાબત શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓને સમજમાં આવી નથી, તેવું લાગી રહ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં વિનામૂલ્યે
અપાતા પુસ્તકોમાં ધોરણ-૭ સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ૧૬ નંબરના પાઠ જાતિગત ભિન્નતામાં ૧૦૪ નંબરના પેજ ઉપર દેશની અલગ અલગ ક્ષેત્રે નામના ધરાવતી મહિલાઓનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં રાજકારણી સુષ્મા સ્વરાજ, સિંગર લતા મંગેશકર, અવકાશ યાત્રી
કલ્પના ચાવલા અને ગુજરાતના અંતરિયાળ વિસ્તાર ડાંગ જિલ્લામાંથી દેશને સુવર્ણચંદ્રક અપાવનાર સરિતા ગાયકવાડનો પરિચય આપતા ફોટા સહિતની વિગત મૂકવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે, અગાઉ પણ ગુજરાતના જિલ્લાઓના બતાવતા નકશામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ભૂલ બતાવવામાં આવી હતી, જેને માંડ એક વર્ષ થયું છે. ત્યારે તેના બીજા જ વર્ષે સરિતા ગાયકવાડ અને વનિતા ગાયકવાડ બતાવાઈ છે. સરિતા ગાયકવાડને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અને
પાઠ્‌યપુસ્તક બનાવવાની કામગીરીથી લઈને Âપ્રન્ટંગ કરતા અધિકારીઓ દ્વારા બેજવાબદાર ભરી કામગીરી કરવામાં આવી હોય તે ફલિત થઇ રહ્યુ છે. સરિતા ગાયકવાડને વનિતા ગાયકવાડ બતાવાઈ છે.

Download Our B K News Today App



Related News