રાજ્યમાં શાળાઓ ખોલવા માટેની તૈયારીઓ શરૂ થઈ ૩ દિવસમાં એસઓપી તૈયાર કરવા શિક્ષણ ખાતાની સુચના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-06 11:52:55
  • Views : 488
  • Modified Date : 2020-11-06 11:52:55

ગુજરાતમાં શાળાઓ ખુલવા મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં  યોજાયેલી શિક્ષણ વિભાગની બેઠકમાં બેથી ત્રણ દિવસમાં એસઓપી તૈયાર કરવા માટે સૂચના અપાઈ છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને સ્કૂલોમાં લાવવા માટે એસઓપી તૈયાર કરવા શિક્ષણ વિભાગને સૂચના અપાઈ છે. એસઓપી બાદ સીએમ સાથે મળીને અંતિમ ર્નિણય લેવાશે.
અત્રે નોંધનીય છે કે, ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી, જે હાલ પુરી થઈ ગઈ છે. સૂત્રો
પાસેથી જાણવા મળી રહ્યું છે કે, દિવાળી બાદ વિદ્યાર્થીઓને મર્યાદિત સંખ્યા સાથે છૂટછાટ અપાશે. કોલેજો શરૂ કરવા અંગે કુલપતિઓ સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી. મર્યાદિત સંખ્યા સાથે છૂટછાટ આપવા બેઠકમાં લેવાયો છે. તેમ છતાં આશંકા સેવાઈ રહી છે કે દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની કવાયત ચાલી રહી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, શિક્ષણ મંત્રી
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યમાં બીજા સત્રથી શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેના માટે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ વિનોદ રાવ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એજે શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. જાણકારી પ્રમાણે રાજ્ય સરકારે દિવાળી પછી ધોરણ-૯થી ધોરણ-૧૨ સુધીના ક્લાસ શરૂ કરવા માટે લીલીઝંડી આપી શકે છે. જ્યારે
ધોરણ-૧થી ધોરણ-૮ સુધીના વિદ્યાર્થીઓ માટે હાલ ઓનલાઇન અભ્યાસની સુવિધા ચાલુ રાખવામાં આવી શકે છે.
ગુજરાતમાં દિવાળી વેકેશન પછી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કોલેજ, ઈસ્ટિટયુટ અને સ્કૂલો શરૂ થઈ શકે તેમ છે. પેટાચૂંટણી બાદ બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય
રૂપાણીએ શિક્ષણ મંત્રી
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શિક્ષણ સચિવ સાથે તમામ પાસાઓની ચર્ચા કરીને તૈયારી કરવા કહ્યુ હતુ. મુખ્યમંત્રીએ મંત્રી મંડળના સભ્યોને પણ ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ પાસેથી ફરીથી ફિજિકલ એજ્યુકેશન શરૂ કરવા માટે પ્રતિભાવો માંગ્યા હોવાનું જણાવતા ટોચના અધિકારીએ કહ્યુ કે, હાલમાં દિલ્હીમાં કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો શરૂ થયો છે. ગુજરાતમાં આવી સ્થિતિ નહિ સર્જાય તો બે સપ્તાહમાં જ સ્કૂલો- કોલેજો શરૂ કરવાનો ર્નિણય લેવાશે.

Download Our B K News Today App



Related News