દિયોદર તાલુકામાં ૨૮૦૦ ગ્રેડ પે ના વિરુદ્ધમાં શિક્ષકોના દેખાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 12:40:47
  • Views : 464
  • Modified Date : 2019-09-14 12:40:47

દિયોદર તાલુકામાં ૨૮૦૦ ગ્રેડ પે ના વિરોધમાં શિક્ષકોએ રેલી કાઢી દિયોદર તાલુકા શિક્ષક ઘટક સંઘના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં યોગ્ય ધોરણે માંગણીને ઉકેલવા રજૂઆત કરી હતી.
દિયોદર તાલુકામાં ૨૦૧૦ અને તે પછીની ભરતીના
શિક્ષકોને પગાર ધોરણમાં ૪૨૦૦ ગ્રેડ પે બાબતે અન્યાય થયેલ હોવાથી દિયોદર તાલુકાના ૨૦૧૦ અને તે
પછીની ભરતીના તમામ
શિક્ષકો મિત્રો અને ૨૦૧૦
પહેલાંના શિક્ષકોના સમર્થનથી મોટી સંખ્યામાં ભેગા થઈને ૨૮૦૦ ગ્રેડ પે ના વિરુદ્ધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પૂર્ણ થયા બાદ તમામ શિક્ષકોએ માંગણી સંતોષવા માટે દિયોદર તાલુકા શિક્ષક ઘટક સંઘના પ્રમુખ
પોપટજી ઠાકોરને આવેદનપત્ર આપી શિક્ષકોને થયેલ અન્યાયની ઉચ્ચકક્ષાએ  રજૂઆત કરી હતી. શિક્ષકોએ આ પ્રશ્ન અંગે ૧૫ દિવસમાં ઉકેલ નહીં આવે તો આગામી સમય ધરણા કરવાની ચિમકી આપી હતી. આ બાબતે ઉમેદભાઈ પટેલે જણાવેલ કે અમારી માંગણીને લઈ આવેદનપત્ર પાઠવ્યું છે. અમારી માંગણી સરકાર નહીં સાંભળે તો આગામી સમયે ઉચ્ચકક્ષાએ ધરણા જેવા કાર્યક્રમ યોજાશે.

Download Our B K News Today App



Related News