વાંકાનેરના રાતડીયા ગામે પ્રેમ સબંધનો ખાર રાખીને યુવતીની માતા સહિત છ લોકોનો યુવાન પર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-08 18:37:13
  • Views : 42
  • Modified Date : 2025-02-08 18:37:13

વાંકાનેર તાલુકાના રાતડીયા ગામના વોકળા પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાનને જે યુવતી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો તેની માતા સહિતના બે વ્યક્તિઓએ તે યુવાનને રોકીને ધારિયા વડે હુમલો કરી માર માર્યો હતો તેમજ બે બાઈકમાં બીજા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાનને પાઇપ તથા ધોકા વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. 

રાતડીયા ગામે રહેતા પ્રભુભાઈ જોધાભાઈ મેર (26) નામના યુવાને હાલમાં વિજય ધુડાભાઇ ડાભી, મધુ રમેશભાઈ ડાભી, ભરત ધુડાભાઈ ડાભી, હરેશ હેમંતભાઈ ડાભી, ગુણવંત હેમંતભાઈ ડાભી અને ચતુરભાઈ રમેશભાઈ ડાભી રહે બધા રાતડીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગામના વોકળા પાસેથી ફરિયાદી પોતાનું બાઈક લઈને પોતાના ઘર તરફ આવતો હતો.

ત્યારે આરોપી મધુ ડાભીની દીકરી સાથે તેને અગાઉ પ્રેમસબંધ હોય જે બાબતનો ખાસ રાખીને વિજય તથા મધુબેનએ બાઈક આડું રાખીને ફરિયાદી યુવાનને રોક્યો હતો બાઈક ઉપરથી તેને નીચે ઉતારીને તેને મધુબેને ગાળો આપી હતી અને વિજયે ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યાર બાદ ધારીયા વડે હુમલો કરીને ફેક્ચર જેવી ઇજા કરી હતી.

બાદ બે મોટરસાયકલમાં ભરત, હરેશ, ગુણવંત અને ચતુર આવ્યા હતા અને તેમણે લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

Download Our B K News Today App



Related News