ધાનેરા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ સહિત છ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 12:34:23
  • Views : 378
  • Modified Date : 2021-06-24 12:34:23

     ધાનેરા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ સહિત છ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. 28 સભ્યો ધરાવતી ધાનેરા નગરપાલિકા માં 16 સભ્યો સાથે કોંગ્રેસ સત્તા સ્થાને હતી પરંતુ નગરપાલિકા ના પ્રમુખ જગલબેન ઠાકોર નું અવસાન થતાં પ્રમુખ પદ માટેની ચૂંટણી 19 જૂન ના રોજ નક્કી કરાઈ હતી પરંતુ ચૂંટણી યોજાય તે પૂર્વે જ વિકાસ કમિશ્નરે કોંગ્રેસના ના 15 સદસ્યો ને વિકાસ માં કામોમાં ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરાતા ભાજપે કોંગ્રેસ નો ખેલ પાડી દીધો હતો. તેમજ કોંગસ ના તમામ 15 સભ્યો સસ્પેન્ડ થતા નગરપાલિકા માં માત્ર ભાજપના જ 12 સભ્યો વધ્યા હતા. જેથી પ્રમુખ પદ માટેની ચૂંટણી માં ભાજપ પક્ષ દ્વારા જ્યોત્સનાબેન ત્રિવેદી ને પ્રમુખ પદ માટેનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું પરંતુ ભાજપ ના સિમ્બોલ પરથી ચૂંટાયેલા છ સભ્યોએ પક્ષ સામે બળવો કરી સત્તા હાંસલ કરી હતી જેથી ભાજપ પક્ષ ના મેન્ડેડ નો અનાદર કરી બળવો કરનાર નવનિયુક્ત પ્રમુખ કિરણબેન સોની સહિત છ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ભાજપના સભ્યો સસ્પેન્ડ થતાં ફરી એકવાર ધાનેરામાં રાજકારણ ગરમાયું છે અને અને નવનિયુક્ત પ્રમુખ બનેલા કિરણબેન સોની હવે પોતાનું પ્રમુખ પદે કેટલો સમય ટકાવી શકે છે તેના પર ધાનેરા વાસીઓ ની નજર છે.

Download Our B K News Today App



Related News