બનાસકાંઠામાં પાલનપુર- આબુ રોડ નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના આવી સામે છ પશુઓના મોત પાંચ પશુઓને ઈજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-30 11:56:32
  • Views : 489
  • Modified Date : 2021-10-30 11:56:32

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને રાત્રિનાં સમયે નેશનલ હાઈવે પર નાના મોટા અનેક અકસ્માતો વધી રહ્યા છે જેમાં અત્યાર સુધી અનેક માસુમ લોકો આવા અકસ્માતમાં મોતને ભેટયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પાલનપુર થી આબુ રોડ તરફ થતા નેશનલ હાઈવે પર રાત્રીના સમયે મોટા હેવી વાહનોના ગભરાટ ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અત્યાર સુધી સૌથી વધુ અકસ્માત સર્જાય છે વારંવાર હાઈવે પર સર્જાતા અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ કર્યા છે ત્યારે પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર આવેલ ઇકબાલગઢ પાસે આજે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. પશુપાલક પશુઓનું ટોળુ લઈને નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે બેફામ રીતે ગાડી લઈને પસાર થઈ રહેલા અજાણ્યા વાહનચાલકે આ પશુઓના ટોળાને અડફેટે લઈ ગાડી નીચે કચડી ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં પાંચ ભેંસો અને એક ગાય સહિત કુલ છ પશુઓ ના ઘટનાસ્થળે કરુણ મોત થયા હતા. તેમજ અન્ય પાંચ જેટલા પશુઓ ઇજાગ્રસ્ત થયા હતા . જ્યારે પશુપાલન નો આબાદ બચાવ થયો હતો બનાવને પગલે આજુબાજુના લોકો અને અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રોડ પરથી મૃત પશુઓને સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

Download Our B K News Today App



Related News