ડીસા શહેરના શિવનગર વિસ્તાર ગંદકીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-31 12:14:38
  • Views : 1061
  • Modified Date : 2020-10-31 12:14:38

ડીસા શહેરમાં શિવનગર વિસ્તારમાં સ્થાનિક લોકો
પરેશાન થઈ ગયા છે.
નગરપાલિકા ઘોર નિંદ્રામાં જોવા મળી રહી છે.
ડીસા શહેરમાં ભૂગર્ભગટર યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ  ડીસા શહેરનો શિવનગર વિસ્તાર  સ્લમ વિસ્તારમાં ગણાય છે. ચૂંટાયેલા કોર્પોરેટરો ચૂંટણી સમય જોવા મળતા હોય છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. વારંવાર પાણી જાહેર રસ્તા
ઉપર ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. સફાઈ કામદાર આવીને જોઈને જતા રહે છે. બીજી તરફ સ્થાનિક રહીશો દ્વારા ગટરમાં કનેક્શન લેવા માટે પાલીકાના કરોડોના ખર્ચે બનાવેલા રોડ ખોદીને ગટરના કનેક્શન તો લીધા છે પરંતુ તે ગટર લાઈનનું પાણી જાહેર રસ્તા પર ઉભરાય આવતા રસ્તા પર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે અને રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ જાહેર રોડ ખોદવામાં આવ્યો તેની પરમીશન નગર
પાલિકા પાસે લીધી હતી તે તો નગર પાલિકા જાણે. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી  તપાસ હાથ ધરે અને આ રોડ તોડનાર સામે કડક કાર્યવાહી કરે અને બાજુમાં એક બમ્પ હોઇ તેના કારણે પાણી ભરાઈ રહે છે તેનો  નિકાલ તાત્કાલિક કરવામાં આવે તેવી પ્રબળ માંગ અહીંના રહીશોની ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News