કોરોના પોઝિટિવ મૃતકોના મૃતદેહ સિવિલમાં રઝળવા લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-11 11:42:51
  • Views : 423
  • Modified Date : 2021-04-11 11:42:51

અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં જાેવા મળતા દ્રશ્યો હવે પાટનગરની સિવિલમાં
પણ જાેવા મળે તો નવાઇ નહિ. કોરોના મૃતક દર્દીઓની ડેડબોડી હવે રસ્તે રઝળી રહી છે. સગા સબંધી મૃતદેહને લેવા નહિ આવતા સિવિલમાં સ્ટ્રેચર ઉપર મુકી રાખવાના દિવસો જાેવા મળી રહ્યા છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સ્થિતિ કપરી બની રહી છે. દર્દીઓના સગાઓ સુવિધાના નામે ફરિયાદ કરી રહ્યા છે. સિવિલમાં દર્દીઓના ટપોટપ મોત થઇ રહ્યા છે. તેને લઇને અનેક આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે શુક્રવાર મોડી રાત્રે સિવિલમાં કોવિડ પોઝિટિવ દર્દીનો મૃતદેહ પરિવારજનો વિના રઝળતો જાેવા મળ્યો હતો. બોડીને પેક કરીને મુકવામાં આવી હતી. પરંતુ સગા સંબધીઓ વિના બોડીના અંતિમ સંસ્કાર પણ કરી શકે તેવી સ્થિતિ નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડેડબોડીને સગા વ્હાલા લેવા આવે ત્યારે અંતિમ સંસ્કાર કરવા મોકલી શકાય છે. પરંતુ તેમની ગેરહાજરીમાં બોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો સત્તાધિશોને જવાબ આપવો મુશ્કેલી ભર્યો થઇ શકે છે. જેને લઇને મૃતકની બોડી સ્ટ્રેચર ઉ૫ર પડી રહેલી જાેવા મળી હતી. હવે સબંધીઓની પણ ફરજ બને છેકે, આ પ્રકારના મૃતદેહ સમયસર લઇ જાય, જેનાથી સમસ્યાઓ ઉભી ના થાય.

Download Our B K News Today App



Related News