સાપ કરડતા યુવક સિવિલમાં સાથે લઇને આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 11:20:05
  • Views : 1212
  • Modified Date : 2021-03-26 11:20:05

ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં અનેક લોકો સારવાર લેવા આવતા હોય છે. ત્યારે બુધવારે મોડી રાત્રે એક યુવકને સાપ કરડતા સાથે જ સાપને એક જારમાં ભરીને લઇને આવ્યો હતો. જેને લઇને હાજર સ્ટાફમાં પણ કૂતુહલ સર્જાયું હતું. બીજી તરફ જ્યાં સુધી સારવાર ચાલી હતી, ત્યાં સુધી સાપને સાથે જ રાખવામાં આવ્યો હતો.
ઉનાળાની ગરમી શરૂ થતા હવે જમીનમાં રહેલા સરીસૃપ બહાર નિકળશે. ધરતી ગરમ થતા સાપ જમીન  બહાર નિકળી રહ્યા છે. ત્યારે બુધવારે મોડી રાત્રે આશરે ૧૧ વાગ્યાના અરસામા એક યુવકને સાપ કરડતા દોડતો સારવાર લેવા માટે સિવિલના તાત્કાલિક સારવારમાં પહોંચ્યો હતો. યુવકની સાથે બાઇટ કરનાર સાપને પણ સાથે લાવવામાં આવ્યો હતો. એક બરણીમાં બંધ કરીને સાપને લાવવામાં આવતા હોસ્પિટલનો સ્ટાફ પણ ડઘાઇ ગયો હતો.
યુવક સાપને એટલા માટે સાથે લઇને આવ્યો હતો કે, તબીબ સાપને જાેઇને સારવાર કરી શકે. પરંતુ બીજી તરફ જ્યાં સુધી સારવાર ચાલી ત્યાં સુધી યુવકની સાથે જ સાપને રાખવામાં આવ્યો હતો. ત્યારે અન્ય લોકો પણ ડર અનુભવતા હતા. જ્યારે સાપને પડકવામાં આવે છે.
બાદમાં જીવતો જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવે છે. ત્યારે આ સાપને સાથે રાખવામાં આવતા વન્ય પ્રેમીઓમાં પણ રોષ જાેવા મળતો હતો. રાત્રીનો સમય હતો એટલે દર્દીઓની સંખ્યા નહિવત હતી. પરંતુ જાે સંખ્યા વધારે હોત તો સાપ જાેઇને સમસ્યાઓ ઉભી થઇ હોત.

Download Our B K News Today App



Related News