આર.એસ.એસ.ના અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય બનાસડેરીના શિવમંદિરના દર્શને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 11:21:43
  • Views : 357
  • Modified Date : 2020-02-19 11:21:43

આર.એસ.એસ.ના અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય અને ગુજરાતના પૂર્વ પ્રાંત પ્રચારક ડા. મધુભાઈ કુલકર્ણી બનાસડેરીના
પરિસરમાં નવનિર્મિત હરદૂધેશ્વર મહાદેવના દર્શને આવતા બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત સમગ્ર બનાસડેરી પરિવારે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ.
ડા. કુલકર્ણીએ બનાસડેરીમાં સેવા બજાવતા સફાઈ કામદારોનું પૂજન અને સ્વાગત કરીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ
પુરૂ પાડ્યું હતું. સાથે સાથે તેમના બૌદ્ધિક પ્રવચનમાં એકમાત્ર ઈશ્વર જ સર્વોચ્ચ સત્તા હોવાનું જણાવીને ભગવાનમાં સૌને આસ્થા રાખવા અનુરોધ કર્યો હતો. બનાસડેરીના
કાંકરેજી દેશી ગૌસંવર્ધન પ્રોજેક્ટની માહિતી મેળવતા
 ઉપરાંત તેમણે બનાસ મેડીકલ કોલેજની પણ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ગુજરાત પ્રાંત કાર્યાલય વ્યવસ્થા પ્રમુખ રઘુભાઈ, મહેસાણા વિભાગ સંચાલક ખેમચંદભાઈ પટેલ, ગુજરાત બૌદ્ધિક પ્રમુખ કૈલાશભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News