ડીસાના ભાખરમાં મૂકબધિર બાળાની હત્યાનો મામલો રાષ્ટ્રીય મહિલા આયોગનું સૂચન ઃ સીટની રચના કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 11:11:47
  • Views : 3077
  • Modified Date : 2020-10-20 11:11:47

બનાસકાંઠાના ડીસા પાસે મુકબધિર બાળાની હત્યાને લઈને સમગ્ર જિલ્લામાં રોષ છે અને હત્યાની તટસ્થ તપાસ થાય તે માટે સોમવારે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈએ પણ માંગ કરી છે. અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા જિલ્લા
પોલીસ વડાને આદેશ આપ્યા છે.
બનાસકાંઠાના ડીસા શહેરની એક મૂકબધિર અગિયાર વર્ષની સગીરા સાથે બળાત્કાર બાદ ગરદન કાપી હત્યા કરી દેવાતા સમગ્ર જિલ્લામાં રોષ ફાટી નીકળ્યો છે. સમગ્ર જિલ્લામાં બાળાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, સાથે જ આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ ઉઠી છે. તો હત્યા પાછળ મોટું કારણ પણ હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી. અમાવસની રાત્રે એક બાળાની હત્યા કરી બલી ચલાવી હોય તેવી શક્યતાઓ
પણ સેવાઇ રહી છે. ત્યારે સોમવારે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યએ જિલ્લા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં જિલ્લા
પોલીસ વડા તરુણ દુગ્ગલ, જિલ્લા કલેકટર આનંદ પટેલ જિલ્લાના સાંસદ સભ્ય પરબત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ મૂકબધિર સગીરાની હત્યાને લઈને હવે જિલ્લામાં રોષ ફેલાયો છે. જેમાં સોમવારે વિવિધ સંગઠનો દ્વારા તંત્રને આવેદનપત્ર આપી આરોપીને કડક સજાની માંગ કરી છે. તો ડીસાના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. સાથે પાલનપુર વકીલ એસોસિએશને
આરોપીને ફાંસીની સજા થાય અને આરોપી તરફે કોઈ વકીલ કેસ નહિ લડે તેવો ર્નિણય લીધો હતો. આમ મૂકબધિર સગીરાની હત્યાને લઈને સમગ્ર જિલ્લામાં રોષ જોવા મળી રહ્યો છે.


સીટની રચના કરવા સૂચના આપી છે
બાળાની હત્યા ખુબ જ ર્નિમમ રીતે કરવામાં આવી છે. જેથી આરોપીને કડક સજા થવી જોઈએ. સાથે એ પણ જણાવ્યું હતું કે, હત્યા કેમ કરાઈ તે જાણવું જરૂરી છે. હત્યા ધાર્મિકવિધિ માટે બલી ચડાવવા કરાઈ હોય તેવી શંકાઓ છે. સાથે હત્યા કરવામાં અન્ય આરોપી છે કે, કેમ ? તેની પણ તપાસ થવી જોઈએ. હત્યા સમયે કોઈ હાજર હતું કે કેમ ? તે મોબાઇલ લોકેશન જાણીને તપાસ થવી જોઈએ. આ તપાસ માટે સ્પેશિયલ ઓપરેશન ટીમ બનાવવામાં આવે તે માટે સૂચના પણ આપવામાં આવી છે. - ડો.રાજુલબેન દેસાઈ (રાષ્ટ્રીય મહિલા આયોગ)


બાળકીના પિતાની વેદના
માલગઢ ગામે મૃતક બાળકીને શ્રધ્ધાજંલિ આપવા ભેગા થયા તે વખતે બાળકીના પિતાએ જાહેરમાં આરોપીના પરિવાર ઉપર આરોપ લગાવ્યો હતો કે જ્યારે અમે બાળકીને શોધતા હતા. સીસીટીવીના ફૂટેજ ઉપરથી અમને ખબર પડી ગઈ હતી કે એમનો છોકરો જ અમારી દીકરી ઉપાડી ગયો છે. અમારું આખુ ઘર એમના પગમા પડયું તોય તેમણે અમને સહકાર ના આપ્યો. હવે સમાજ જ એ પરિવારને સજા આપે. આમ બાળકીના પિતાએ સમાજ સમક્ષ પોતાની વેદના રજુ કરી હતી.

Download Our B K News Today App



Related News