બિન સચિવાલય કલાર્ક પરીક્ષામાં ગેરરીતિ મામલે સીટની રચના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 11:25:44
  • Views : 403
  • Modified Date : 2019-12-06 11:25:44

બિન સચિવાલયનીપરીક્ષામાં ગેરરીતિને લઇને
આંદોલન ઉગ્ર બનતા અને
પરીક્ષાર્થીઓ તેમના આંદોલન પર મકક્મ રહેતાં આખરે રાજય સરકારને ઝુકવુ પડયુ હતુ. મોડી સાંજે રાજય સરકાર દ્વારા
બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સીટની ટીમ દ્વારા તપાસ બાદ દસ દિવસમાં સરકારને રીપોર્ટ સુપ્રત કરાશે. સીટને જરૂર લાગશે તો, તે રાજયના ગૃહવિભાગની મદદ લઇ શકશે એમ અત્રે રાજયના ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મહત્વની જાહેરાત કરી હતી. ગૃહરાજયમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,
બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં છ લાખથી વધુ પરીક્ષાર્થીઓ બેઠા હતા, જેમાં પરીક્ષા દરમ્યાન ગેરરીતિની જે ઘટનાઓ સામે આવી છે, તેને લઇ ઉમેદવારોમાં શંકા-કુશંકા અને અવિશ્વાસની લાગણી જન્મી હતી, તેથી ઉમેદવારોને જે તકલીફ કે હાલાકી પડી છે, તેનાથી સંવેદનશીલ રૂપાણી સરકારને પણ ખેદ છે. સરકાર ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ માટે કટિબધ્ધ છે. આ સમગ્ર મામલે સરકાર દ્વારા ઉમેદવારોની માંગણી મુજબ, સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ની રચના કરવામાં આવે છે. જેમાં સીટના અધ્યક્ષ તરીકે રાજયના અગ્રસચિવ કમલ દયાણી રહેશે. ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ
ચાવડાનો પણ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય મનોજ શશીધરન, અધિક સચિવ જવલંત ત્રિવેદીનો પણ સીટમાં સમાવેશ કરાયો છે.  જા કે, ગુજરાત ગૌણ સેવા
પસંદગીમંડળના કોઇ
પ્રતિનિધિને વિવાદ બાદ સીટમાં સ્થાન આપવામાં આવ્યું નથી કારણ કે, મંડળની વિવાદીત ભૂમિકા બાદ ઉમેદવારોની માંગણીને ધ્યાનમાં  લઇ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના એક પણ પ્રતિનિધિને સીટમાં સમાવવામં આવ્યા નથી. દરમ્યાન આંદોલનકારીઓના નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, સરકારે અમારી માંગ સ્વીકારી લીધી છે, તેથી તેઓ હવે તેમની પાસેના પુરાવા અને દસ્તાવેજા સીટ સમક્ષ રજૂ કરશે. અમને વિશ્વાસ છે કે, સીટ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ કરવામાં આવશે. આ સાથે અમે તમામ ઉમેદવારો-પરીક્ષાર્થીઓને જેઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલનના સમર્થનમાં ઉતર્યા હતા, તેઓને હવે પરત ફરવા જણાવાશે. આવતીકાલે તેમની વધુ એક મહત્વની બેઠક સરકાર સાથે યોજાશે., જેમાં ઉમેદવારો પોતાનો પક્ષ સરકાર સમક્ષ રાખશે.

Download Our B K News Today App



Related News