પાલનપુરમાં ગાયે વિદ્યાર્થીનીને શિંગડે ચડાવતાં ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 11:56:44
  • Views : 457
  • Modified Date : 2019-10-06 11:56:44

પાલનપુરના જનતાનગર વિસ્તારમાં શનિવારે વહેલી સવારે ગાયે એક છાત્રાને શિંગડે ચડાવી હતો. જેને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. શહેરમાં રખડતાં પશુઓ પકડવા માટે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાલનપુરમાં રખડતાં
પશુઓ પકડવા માટે જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, નગર
પાલિકા સહિત જવાબદાર તંત્ર આ આદેશને ઘોળીને પી ગયું છે. શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત રહ્યો છે. અને લોકો તેનો ભોગ બની રહ્યા છે. જ્યાં શનિવારે એક છાત્રાને ગાયે ઘસડીને ઇજાઓ પહોચાડી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના જનતાનગર વિસ્તારમાં સમતા સ્કૂલની સામે આવેલી ચામુંડા સોસાયટીમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી એક છાત્રા સ્કૂલ જતી હતી. ત્યારે અચાનક ગાયે તેને શિંગડે ચડાવી હતી. અને છેક દરવાજા સુધી ઘસડીને લઇ ગઇ હતી. જ્યાં સોસાયટીના લોકો દોડી આવી છાત્રાને ગાયની ચૂંગાલમાંથી છોડાવી હતી. ઘટનામાં છાત્રાને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News