ડીસામાં સિંધી સમાજ દ્વારા હર્ષોલ્લાશ સાથેચેટીચંદની કરાઈ ઉજવણી : ભગવાન ઝુલેલાલની શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:21:03
  • Views : 217
  • Modified Date : 2022-04-03 11:21:03

ડીસામાં સિંધી સમાજ દ્વારા હર્ષોલ્લાશ સાથેચેટીચંદની કરાઈ ઉજવણી : ભગવાન ઝુલેલાલની શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

 

ડીસામાં વસતા સિંધી સમાજ દ્વારા હર્ષ ઉલ્લાસ ભેર ચેટીચંદ ની કરાઇ ઉજવણી..

 

 

ડીસામાં વસવાટ કરતા સિંધી સમુદાય દ્વારા ઇષ્ટદેવ ભગવાન જુલેલાલ સાહેબ ના પ્રાગટ્ય દિન ચેટીચંદ પર્વની ઉજવણીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ડીસા લાલ ચાલી થી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા..

 

ડીસા શહેરમાં વસતા સિંધી સમાજના નાગરિકો દ્વારા આજે  ચેટીચંદ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત ડીસામાં વસતા સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલ સાહેબના અવતાર દિન તરીકે તેમજ સિંધિયત નુતન વર્ષ દિન તરીકે દર વર્ષ ઉજવણી કરાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે ચેટીચંદ પર્વ ભગવાન ઝૂલેલાલ ની ઉજવણી ન કરી શક્યા હતા.જે બાદ ચેટીચંડ પર્વની આજરોજ ઉલ્લાસભેર સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ડીસા શહેરમાં આવેલ લાલચાલી વિસ્તારમાં આવેલા જુલેલાલ મંદિર ખાતે આજે સવારથી ધાર્મિક માહોલ જામ્યો હતો જેમાં લાલચાલી ખાતેથી ઝુલુસનું આયોજન કરાયું હતું. તેમજ જુલુસ ડીસા વિસ્તારના મુખ્ય માર્ગ પરથી નીકળી જુલેલાલ મંદિર થી પસાર થઇ નિજ મંદિર ખાતે પરત આવ્યું હતું ચેટીચંદ પર્વ નિમિત્તે સિંધી સમાજના સહયોગથી ઉપક્રમે રાત્રે મહાપ્રસાદ તેમજ ભજન સંધ્યા સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં સંતોના પ્રવચન થયા હતા. જેમાં ડીસામાં વસતા સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..

Download Our B K News Today App



Related News