સિદ્ધપુર તાલુકામાં કોરોના પોઝીટીવ કેસને લઈ તાલુકાની સીમાઓ સીલ કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-12 11:22:11
  • Views : 562
  • Modified Date : 2020-04-12 11:22:11

વિશ્વમાં કોરોના વાયરસની મહામારીને લઈ પાટણ જિલ્લાનો સિદ્ધપુર તાલુકો એપીસેન્ટર બની જવા પામ્યો છે. ત્યારે હાલમાં સિદ્ધપુરની તમન્ના સોસાયટી ૨ અને નેદ્રા ગામે ૧૨ કુલ ૧૪ જેટલા કોરોના પોઝીટીવ કેસ સામે આવતા લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવા માટે જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સમગ્ર તાલુકાની સીમાઓ સીલ કરી દેવાઈ છે. જેને અનુલક્ષીને ભુજ રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી, એસ.પી. અક્ષયરાજ મકવાણા, ડી.વાય.એસ.પી., સી.જી. સોલંકી, પી.આઈ.,
પી.એસ.આઇ. તેમજ એસઆરપી જવાનો સહિતનો કાફલો નેદ્રા ગામે આવી પહોંચ્યો હતો અને નેદ્રા ગામની જનતાને કોરોના વાયરસથી ડર્યા વગર લોકડાઉનનું ચુસ્ત પાલન કરી
પોતપોતાના ઘરે સુરક્ષિત રહેવા અપીલ કરાઈ હતી. આ દરમિયાન શહેરના વિવિધ માર્ગો ઉપર આરએસએસના સ્વયં સેવકો તેમજ આમ નાગરિકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી
પોલીસના જવાનો ઉપર ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરી તેમનું અભિવાદન કરાયું હતું. તેમજ ભીલવાસ આગળ રહીશો દ્વારા રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીને ભીલવાસના આદિવાસી ભાઈઓ દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. બાદમાં રેન્જ આઇજીએ તે જ શાલ વિસ્તારના લોકલ હોમગાર્ડના જવાન બાકીરભાઈને ઓઢાડી ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર બાબતે રેન્જ આઇજીએ જણાવેલ કે સિદ્ધપુરની તમન્ના સોસાયટી ૨ અને નેદ્રા ગામે ૧૨ કુલ ૧૪ જેટલા કોરોના કેસ નીકળતા આપડા સૌના માટે બહુજ ગંભીર બાબત છે. તંત્ર દ્વારા સંપૂર્ણ નેદ્રાને કોર્ડન કરી મેડિકલ સર્વે હાથ ધરાયો છે. મુંબઈથી આવેલા લોકો દ્વારા આ રોગનો અહી ફેલાવો થયો છે. હાલમાં સમગ્ર જિલ્લામાં કોઈ નવો કેસ સામે આવ્યો નથી. સિદ્ધપુર ગામ સહિત સમગ્ર તાલુકાની સીમાઓ સીલ કરી દેવાઈ છે. કોઈપણ વ્યક્તિના અવરજવર
પર પ્રતિબંધ કરાયો છે. અહીંયા હાલમાં આઇજી સુભાષ ત્રિવેદી, એસપી અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી સી.જી .સોલંકી,
પી આઈ વિકાસ.એસ.પટેલ, વાય.બી.જાડેજા, પી.એસ.આઈ. વિ.એન.મહિડા તેમજ પોલીસ સ્ટાફના ૬૦ જવાનો સહિત એસઆરપીની એક બટાલિયન ખડકી દેવાઈ છે.

Download Our B K News Today App



Related News