વડગામના ચંગવાડાના યુવાને બેડમિન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 12:26:08
  • Views : 400
  • Modified Date : 2019-12-30 12:26:08

વડગામ તાલુકાના ચંગવાડા ગામના ખેડૂત કાળુભાઈ ચૌધરીના પુત્ર અજયભાઈ  ધોરણ ૧૧ પછી બેડમિન્ટ ગેમમાં રસ ધરાવતા હતા. જેને લઇ તેમણે પાલનપુરમાં આવેલા એક પ્રાઇવેટ કલબમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યુ હતુ અને તેમણે સતત ત્રણ વર્ષ સુધી બેડમિંટન ગેમ્સની પ્રેક્ટિસ કરી હતી. જે બાદ અજયભાઈને છ મહિના પહેલા પંજાબના જલંધરમાંથી બેડમિન્ટ ગેમ રમવા માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં અજયભાઈનું બેડમિન્ટન ગેમમાં પર્ફોર્મન્સ સારૂ હોવાથી તેમનું બેડમિન્ટન ગેમમાં સિલેક્શન કરવામાં આવ્યુ હતુ. ત્યારપછી અજયભાઈ ચૌધરી પંજાબમાં આવેલા જલંધરમાં નેશનલ ફેડરેશનમાં રમવા માટે સિલેક્ટ થયા હતા. ત્યાં તેમણે ગોલ્ડમેડલ મેળવી પોતાના ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યુ હતુ. ત્યારબાદ અજયભાઈ ચૌધરી વર્લ્ડ સ્પોર્ટ્‌સ એન્ડ કલ્ચર ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ ગેમ ઈન્ડો નેપાળમાં રમવા માટે સ્થાન મળ્યું હતું. ત્યારે નેપાળમાં યોજાયેલ ૨૧ ડિસેમ્બર થી ૨૪ ડિસેમ્બર વચ્ચેની બેડમિન્ટન ગેમમાં અજયભાઈ ચૌધરી પોતાનું સારૂ પરફોર્મન્સ કરી બેડમિન્ટન ગેમમાં  સિલ્વર મેડલ મેળવ્યો હતો અને પોતાના પરિવારનું તાલુકાનું અને જિલ્લાનું નામ રોશન કર્યુ હતુ. જેને લઇ તાલુકાવાસીઓએ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.  ત્યારે આ અંગે અજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મારે બેડમિન્ટન ગેમ રમવાનો બહુ શોખ છે પણ બનાસકાંઠા જિલ્લામાં આ ગેમનું મહત્વ ઓછું હોવાથી અને લોકો જોડે પૂરતું નોલેજ ન હોવાથી લોકો આ ગેમમાં પોતાનો રસ ધરાવતા નથી પણ મને શોખ હોવાથી હું વિવિધ જગ્યાએ રમવા પણ જાઉં છું અને જ્યારે મને ટાઈમ મળે છે ત્યારે હું પાલનપુરમાં આવેલા એક પ્રાઇવેટ કલબમાં પ્રેક્ટિસ કરવા માટે જાઉં છું. અને જ્યા જ્યા હું આ બેડમિન્ટન ગેમમાં રમવા જવાનું થાય ત્યારે  તેનો તમામ ખર્ચ ઓલ ગેમ ફેડરેશન આપે છે.

Download Our B K News Today App



Related News