થરાદમાં વોટર પ્લાન્ટ સીલ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-29 12:14:02
  • Views : 698
  • Modified Date : 2020-04-29 12:14:02

લોકડાઉન વચ્ચે બનાસકાંઠાના થરાદમાં
ગેરકાયદેસર રીતે મિનરલ વોટરપ્લાન્ટ ધમધમતો હોવાનું સામે આવતા જ પાલીકાની ટીમે દરોડા પાડ્‌યા હતા  અને વોટરપ્લાન્ટને સિલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ખતમ કરવા માટે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવાયો છે અને આવશ્યક
ચીજવસ્તુઓ સિવાય તમામ રોજ ધંધા-રોજગાર પર પર
સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે તેમ છતાં પણ કેટલાક લાલચુ
વેપારીઓ આવા સમયે પણ
પોતાનો અને લોકોના જીવ જોખમમાં મૂકી નફો કમાઈ લેવાના ફિરાકમાં છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં પણ છેલ્લા છ મહિનાથી કોઈપણ જાતના લાયસન્સ વગર સુપર વોટર કેર પ્લાન્ટ ધમધમતો હોવાનું જાણવા મળતા જ થરાદ
નગરપાલિકાની ટીમે દરોડા પાડ્‌યા હતા. જેમા તપાસ કરતા વોટરપ્લાન્ટમાં તંત્રની કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી અને પ્લાન્ટ પણ ગેરકાયદેસર પાણી લઈને ચલાવવામાં આવી રહ્યો હતો. જેથી નગરપાલિકાની ટીમે કડક કાર્યવાહી કરી આ પ્લાન્ટને સીલ કરી દીધો છે અને પ્લાન્ટના સંચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનને સવા મહિનો થવા આવ્યો છે ત્યારે સવા મહિનાથી આ વોટરપ્લાન્ટ ગેરકાયદેસર રીતે રહેણાંક વિસ્તારમાં ચાલતો હતો. પરંતુ તંત્રને હવે ખબર
 પડી છે, તે વાત પણ ગળે ઉતરે તેમ નથી. ત્યારે આ પ્લાન્ટના સંચાલકોની સાથે સાથે તેને મદદ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News