વિદ્યાર્થીઓના અભ્યાસમાં લોકડાઉન નહી તેવા અભિગમ સાથે ખાનગી ટ્યુશન સંચાલકો દ્વારા ઓનલાઈન શિક્ષણનો પ્રયોગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-11 12:15:27
  • Views : 719
  • Modified Date : 2020-04-11 12:15:27

કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું ત્યારથી વિદ્યાર્થીઓના ભણતર પર મોટો પ્રશ્ન
ઉપસ્થિત થયો હતો. પરંતુ અમુક ટ્યુશન સંચાલકો દ્વારા તેનો ઈન્ટરનેટના માધ્યમથી રસ્તો શોધી કાઢ્યો છે. જેમાં વોટસએપ કે યુ ટ્યુબ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા ભણાવી શકાય તેવી વ્યવસ્થા ખાનગી સ્કૂલો અને ટ્યુશન સંચાલકો દ્વારા કરવામાં આવી છે.
બ્રાઈટ એજ્યુકેશનના સંચાલક રવિન્દ્રસિંહ વાઘેલાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે  વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ લોકડાઉન આવવું જોઈએ નહી તેવા અભિગમ સાથે તદ્દન નિઃશુલ્ક પણે કેટલાંક ઓનલાઇન માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય ચાલુ રાખ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીનો ખુબ જ સારો પ્રતિસાદ મળેલો છે. વિદ્યાર્થીઓને પણ આ રીતે ભણવામાં ક્લાસ જેવુ જ લાગે તથા તે પ્રકારનું વાતાવરણ મળી રહે છે અને પૂરા ઉત્સાહથી ભણી રહ્યા છે.
આ ઓનલાઈન પદ્ધતિ એક વિડિયો કોન્ફરન્સ જેવુ હોય છે જેમાં જાતે સંસ્થાના પ્લેટફોમમાં રજીસ્ટ્રર થવાથી તે ગુજરાતના કોઇપણ ખૂણામાં રહેલા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ અમારા ઓનલાઇન ક્લાસમાં હાજર રહી પોતાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.  તેમણે વધુમાં જણાવ્યુ કે,  ૯૯૨૫૧૨૫૧૦૪ નંબર પર
પોતાનું નામ લખી વોટસએપ કરે તો એ વિદ્યાર્થીને અમે અમારા પ્લેટફોમમાં રજીસ્ટ્રર કરીને દરરોજ એક સમયે એક સાથે બધાને ભણાવીએ છીએ. આ વિડીયો
કોન્ફરન્સમાં એક લેકચરમાં ઓછામાં ઓછા ૭૦ વિદ્યાર્થીઓ ઘરે બેઠા ભણી શકે છે. આવા દિવસમાં ત્રણ વિડિયો સેશન સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. ABC
ક્લાસીસના સંચાલક ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે, ધોરણ ૮, ૯ અને ૧૦ માટે રોજ સવારે યૂ ટ્યૂબ પર લાઈવ લેક્ચરની વ્યવસ્થા કરેલ છે. જેમાં ફક્ત અત્યારે ગણિત ભણાવવામાં આવે જેમાં ફક્ત અત્યારે ગણિત ભણાવવામાં આવે છે. ABC ક્લાસીસના વિદ્યાર્થીઓ આ વિડીયોનો સારી રીતે લાભ લઇ રહ્યા છે. જ્યારે ભાવનગર, કચ્છ, ગોંડલ, અમદાવાદ, બનાસકાંઠા તેમજ ગાંધીનગરના અન્ય વિદ્યાર્થીઓ પણ અમારા વીડિયોનો લાભ લઇ રહ્યા છે. રોજ બાળકો લાઈવ લેક્ચરમાં ભણે છે અને વિડિયો
અપલોડ કર્યા પછી ઘણાં બધા વિદ્યાર્થીઓ અમારા વિડીયોનો લાભ લઇ રહ્યા છે અમને ધોરણ ૧૦ નો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News